મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન બિલને રાજ્યસભામાં મંજુરી મળી ગઈ છે. ઉચ્ચ સદનમાં આ બિલના પક્ષમાં 125 વોટ પડ્યા જ્યારે 105 સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. બિલ પર વોટિંગ પહેલા તેને સિલેક્ટ કમિટીને મોકલવા માટે પણ મતદાન થયું હતું પરંતુ તે પ્રસ્તાવ પડી ગયો હતો. સિલેક્ટ કમિટીમાં મોકલાવાના પક્ષમાં 99 જ વોટ મળ્યા હતા જ્યારે 124 વોટ તેના વિરુદ્ધમાં હતા. તે ઉપરાંત સંશોધનના 14 પ્રવાસીઓને પણ સદનમાં બહુમતીથી નામંજુર કરાયા છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી બિલ એક્ટમાં ફેરવાઈ જશે. આ બિલને સોમવારે રાત્રે લોકસભાથી મંજુરી મળી હતી.

રસપ્રદ વાત આ છે કે લોકસભામાં બિલનું સમર્થન કરનાર શિવસેનાના ત્રણ સાંસદોએ રાજ્યસભાથી વોક આઉટ કરી દીધું હતું. આપને જણાવી દઈએ કે લોકસભામાં બિલનું સમર્થન કરવાને લઈને મહારાષ્ટ્રમાં તેમની સાથે સરકાર ચલાવી રહેલી કોંગ્રેસે શિવસેનાથી નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત બીએસપીના બે સાંસદોએ પણ વોટિંગનો બહીષ્કાર કર્યો હતો.

બિલ પાસ થયા પછી પ્રતિક્રીયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, આ ભારતના ઈતિહાસનો કાળો દીવસ છે. તે ઉપરાંત બિલ પર વોટિંગના બાયકોટ કરનાર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે શર્ણાર્થિઓને નાગરિક્તા આપવી જોઈએ, પરંતુ તેને વોટિંગનો અધિકાર મળવો જોઈએ નહીં.

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે બિલને રાજ્યસભામાં રજુ કર્યું અને તે પચી સદનમાં ઘણો હંગામો થયો હતો. વિપક્ષે તેને અલ્પસંખ્યકો સાથેનો ભેદભાવ કરનાર બિલ કહ્યું હતું. વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે પુછ્યું કે આ બિલમાં ફક્ત ત્રણ દેશોના સિલેક્ટીવ ધર્મોને જ કેમ નક્કી કરાયા છે. આઝાદે એવું પણ કહ્યું કે, ભૂતાન, શ્રીલંકા અને મ્યાંમારમાં પણ હિંદુ રહે છે અને અફઘાનિસ્તાનના મુસલમાનો સાથે પણ અન્યાય થયો પરંતુ તેમને બિલની જોગવાઈમાં શામેલ કરાયા નહીં.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જો દેશના ધર્મ આધાર પર ભાગલા ન પડ્યા હોત તો આ બિલ લાવવું જ ન પડ્યું હોત. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે આખરે જે લોકોએ શર્ણાર્થિઓને દુઃખ આપ્યું છે, તે જ હવે દુઃખાવાના હાલ પુછી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો કોઈ સરકાર પહેલા જ આ સમસ્યાનું સમાધાન નિકાળી લેતી તો પણ આ બિલ ન લાવવું પડતું.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફ્ઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શર્ણાર્થીઓને આ બિલમાં નાગરિક્તા આપવાનો પ્રસ્તાવ છે. આ બિલમાં આ ત્રણ દેશોથી આવનારા હિન્દુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયના શર્ણાર્થીઓને નાગરિક્તા આપવાનો પ્રસ્તાવ છે.