મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના ચૂંટણી કેમ્પેઈનનો એક મોટો હીસ્સો  એટલે કે મે ભી ચૌકીદાર કેમ્પેઈનને અંતર્ગત ભાજપ અને તેમના સમર્થકો દ્વારા પોતાના નામ આગળ ચૌકીદાર શબ્દ લખવામાં આવ્યો હતો. આજે ગુરુવારે જ્યારે મતદાનના પરિણામો આવ્યા ત્યારે આ ચૌકીદાર શબ્દ પોતાના નામ આગળથી હટાવી લેવા માટે ખુદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હજુ ચૂંટણી પંચ દ્વારા આ લખાય છે ત્યારે ચૂંટણીના ફાઈનલ પરિણામોની જાહેરાત પણ કરવામાં આવી નથી તે પહેલા જ ચૌકીદાર શબ્દ હટાવી લેવાયો છે. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, હવે ચૌકીદારીની ભાવનાને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો સમય આવ્યો છે. આ ભાવના દરેક સમયે જ્યારે ભારતના વિકાસ માટે કાર્ય થતું હોય ત્યારે તમારા મનમાં રાખજો. ચૌકીદાર મારા ટ્વીટર નામથી જઈ રહ્યો છે પરંતુ તે હંમેશા મારો અભિન્ન અંગ રહેશે તમે પણ આમ કરો...!