મેરાન્યૂઝ નેટવર્ક.લદ્દાખઃ ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોએ પોતાના સ્થાનથી પાછળ હટવાનું શરુ કર્યું હોવાની જાણકારી મળી રહી છે. જોકે આ ચોખવટ નથી કે આવું તણાવ ઓછો કરવા માટે કરાયેલી વાર્તાલાપને કારણે થઈ રહ્યું છે કે નહીં. પરંતુ ચીની સૈનિક પોતાના ટેન્ટ હટાવીને પાછળ તરફ લઈ જઈ રહ્યા હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે.

માહિતી મળી રહી છે કે, ગલવાન નદીમાં પાણીનું વહેણ ઝડપી થયું તે પણ તેનું એક કારણ હોઈ શકે છે. બીજી તરફ ચીની સૈનિકોએ આ સ્થિતિને લઈને ભારતીય સેનાની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.