ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ડિજિટલ કરન્સી વોરનો તખ્તો ગોઠવાઈ ગયો છે. ચીનએ પહેલો ઘા રાણાનો કરીને દારૂગોળા છોડ્યા છે. અલબત્ત, ડિજિટલ યુઆન અત્યારે તો વ્યાપક ઉપયોગ કરવાની કોઈ ધમકી નથી આપતો. મોટાભાગના આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં તેના સામે કોઈ નિયંત્રણોનો પડકાર પણ નથી. કેટલાંક ચોક્કસ દેશોએ તો ડિજિટલ યુઆનને જાગતિક વેપારના માધ્યમ તારીકે નાનાપાયે અપનાવી પણ લીધો છે. જો કોઈ નવા પડકાર સામે નહીં આવે તો ચીન તેની આ કરન્સી મારફત પોતાની વગ વૈશ્વિક વેપારમાં સ્થાપિત કારવાનો પ્રયાસ કરશે.

જુલાઈમાં અમેરિકન સંસદે તેના ખેલાડીઓને ૨૦૨૨ બીજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લેતી વખતે ચીનના નવા ડિજિટલ યુઆનનો ઉપયોગ નહીં કરવા અને તેનું સંશોધન કે તેને અનુસરવાનો કોઈ પ્રયાસ નહીં કરવાની ચેતવણી આપી છે. ચીનના સત્તાવાર પ્રવક્તા ઝાઓ લીજીઆન કહે છે કે તમે જુઓ કરન્સીબજારમાં બંને તરફ સચ્ચાઈની ધૂળની નાની નાની ડમરી ઉડવા લાગી છે. હા ચાઈનીસ સેન્ટલ બેંકના ડિજિટલ કરન્સી કાર્યક્રમથી અમેરિકન તંબુમાં ગભરાટ જરૂર છે. અને હા, અમેરિકન સાંસદે આ મુદ્દે ખૂબ બધુ શીખવાની જરૂર છે.     

Advertisement


 

 

 

 

 

ડિજિટલ યુઆન ભૌગોલિક-રાજકીય પ્રભુત્વ સ્થાવાના પ્રથમ પ્રયાસ રૂપે ચીન જુદાજુદા દેશોમાં પોતાની કારન્સીનો હિસ્સો વધારી રહ્યું છે, જે આગામી દિવસોમાં જાગતિક સત્તા માટેની તીવ્ર સ્પર્ધા ઊભી કરશે. અત્યારે તો વિશ્વવ્યાપારમાં અમેરિકન ડોલરથીજ વ્યવહાર ચાલે છે. જે અમેરિકન સરકારને જગતની કારન્સીનું મૂલ્યાંકન કરવાનું નિયંત્રિત ટૂલ આપે છે, આમ કરીને કરન્સી માળખા પર પણ અંકુશ રાખવાની અનિયંત્રિત સત્તા આપે છે.    

ચીનના ભૂતપૂર્વ નેતા માઓ ઝેડદાંગ એક વખત કહ્યું હતું કે “રાજકીય તાકાત માત્ર બંદુકના નાળચામાંથી જ નથી આવતી, તમારે બીજા બાહ્ય હથિયારો પણ વાપરવા પડે.” પણ આ સ્વર્ગસ્થ નેતાએ ૧૯૭૬ પછી આ સંદર્ભે એક શબ્દ ઉચ્ચાર્યો નહતો. પણ હવે બેંકના વૉલેટમાંથી સત્તાનું વાહન થાય છે. ભવિષ્યમાં તો આ જ વાસ્તવિકતા હશે, સટ્ટાની ગંગા નાણાંની ગંગોત્રીમાંથી વહેશે અને એ જ પાવર કોડ બની રહેવાનો. એક દિવસ તમારે પાછું વળીને જોવાનું રહેશે અને અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે નવા હથિયારની રેસ શરૂ થઈ ગઈ છે. 

ચીનનો ડિજિટલ યુઆન બ્લોકચેઈન ટેક્નોલોજીથી પ્રભાવિત થયો છે પણ તેને આધાર બનાવીને તેની રચના કરવામાં નથી આવી. પરિણામે એક તરફ ક્રિપ્ટોકરન્સીનું વેગથી વધતું પ્રભુત્વ ધીમું પડશે, બીજી તરફ તેના પ્રસારમાં અચોક્કસતા નિર્માણ થશે. બજારમાં એ વાતથી આશ્ચર્ય છે કે ચીન અત્યારે અમેરિકાને દરેક ક્ષેત્રે માત આપી રહ્યું છે, હવે તે જગતના સૌથી મોટા અર્થતંત્રની રેસમાં છે તે પુરવાર કરવા પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ પોતાની ડિજિટલ કરન્સી સ્થાપિત કરી દીધી છે. 

અલબત્ત, ડિજિટલ યુઆન હજુ ચકાસણીના તબક્કામાં છે. વાસ્તવમાં ક્રિપ્ટો કારન્સીને પણ ધ્યાનમાં લેવાની આવશ્યક્તાનો તેને ખ્યાલ છે. કરન્સી ડીલરોનું માનવું છે કે ડિજિટલ યુઆન ગ્લોબલ રિઝર્વ કરન્સી નહીં બની શકશે, ભવિષ્યમાં પણ નહીં. વૈશ્વિક વ્યાપારમાં અત્યારે અમેરિકન ડોલરનું ૮૮ ટકા પ્રભુત્વ છે. 

Advertisement


 

 

 

 

 

અમેરિકા વારંવાર અન્ય દેશો પર આર્થિક નિયંત્રણો મૂકવા માટેની મુખ્ય ભૂમિકા ભજવે છે. લક્ષ્યાંકિત દેશો પર જાગતિક વેપાર નિયંત્રણો મૂકવા એ તાજેતરના વર્ષોમાં વધુને વધુ બનતી ઘટના બની ગઈ છે. આના પરિણામો દુર્ભાગ્યપૂર્ણ આવે છે, જુદાજુદા દેશો એક બીજા પર વધુને વધુ નિર્ભર રહેતા થઈ ગયા છે. રશિયા આનું ઉદાહરણ છે, જેના પર અમેરિકન વેપાર નિયંત્રનોની વારંવાર તલવાર ચલાવવામાં આવે છે, પરિણામે તેનું અર્થતંત્ર કેનેડા કરતાં પણ નાનું થઈ ગયું છે.

ઘણી વખત એવું બને છે કે આવી ઘટનાઓ પાછળ અમેરિકાનો હાથ જોવાતો નથી, પણ પડદા પાછળ તેની ભૂમિકા હોય છે. આમાં ડોલરનું શસ્ત્રીકરણ કદાચ જોવા ના મળે, પણ તેથી આવી વોરમાં તેનું મહત્વ કઈ ઘટી જતું નથી. ઝાઓ લીજીઆન કહે છે કે પરંપરાગત નાણાકીય વ્યવહારમાં નાણાનું પ્રભુત્વ અછતું નથી હોતું, જે વેપાર નિયંત્રણમાં પેટમાં છરી ખોસવા જેવુ હથિયાર છે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)