મેરાન્યૂઝ નેટવર્ક.બીજિંગઃ ચીનમાં જનસંખ્યા વૃદ્ધી દરને લઈને વિશેષજ્ઞો સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં જ જાહેર થયેલી જનસંખ્યા વૃદ્ધીના આંકડાઓ પછી ચિંતા વધુ વધી ગઈ. આ આંકડાઓ મુજબ, ચીનમાં ગત વર્ષે જનસંખ્યા વૃદ્ધીની દર 1960ના દાયકા પછી સૌથી ઓછી રહી છે. આ જોતા ચીનએ પોતાના અહીં ફેમીલી પ્લાનીંગમાં ઢીલ આપી દીધી છે. ચીની સરકારની ઓફીશ્યલ જાહેરાત બાદ હવે ચીન દંપત્તી ત્રણ બાળકો પૈદા કરી શકે છે. ચીનની સરકારી મીડિયાના સોમવારને તેની જાણકારી આપી.

ચીન પોતાના ત્યાં ઘરડી થઈ રહેલી વસ્તીની સમસ્યાના સમાધાન માટે કેટલાક મોટા પગલા લેવાની જરૂર છે. તે અંતર્ગત બાળકો પેદા કરવાથી જોડાયેલી નીતિઓમાં વધુ સુધારો કરવામાં આવ્યો. હવેથી દંપત્તિઓને ત્રણ બાળકો પેદા કરવાની પરવાનગી કરવામાં આવી છે.

કેમ લીધું આ પગલું

હાલમાં જ ચીનના પોતાની જનસંખ્યાના આંકડા જાહેર કર્યા હતા, જે અંતર્ગત ગત દાયકામાં ચીનમાં બાળકોના પૈદા થવાની ઝડપની સરેરાશ સૌથી ઓછી હતી. તેના મુખ્ય કારણ ચીની ટૂ-ચાઈલ્ડ પોલિસીને કહેવાયું હતું. આંકડાઓમાં કહેવાયું કે વર્ષ 2020માં ચીનમાં ફક્ત 12 મિલિયન બાળકો પૈદા થયા જ્યારે 2016માં આ આંકડો 18 મિલિયન હતો. એટલે કે ચીનમાં વર્ષ 1960થી પછી બાળકોને પૈદા કરવાની સંખ્યા સૌથી ઓછી પહોંચી હતી.

એક બાળકની નીતિ ખત્મ કરી હતી

જનસંખ્યા વૃદ્ધી દરથી જોડાયેલી ચિંતાઓના કારણે જ ચીનની સરકારે જનસંખ્યા નિયંત્રના માટે દાયકા પહેલા બનાવી વન ચાઈલ્ડ પોલિસીને 2016માં સમાપ્ત કરી દેવાઈ હતી, પરંતુ ચીનમાં કેટલાક લોકોનું માનવું હતું કે આ સ્થિતિના માટે ફક્ત સરકારની નીતિ જ જવાબદાર નથી, લોકો પણ જવાબદાર છે.