મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે પરંતુ એક સમયે જ્યાલે ભારત અને નેપાળના સંબંધો પર કસમ ખવાતી હતી એવા સંબંધો પર હવે ચીની કટાર વાગી રહી છે. આવી જ એક કટાર હાલમાં જ ઘણા બધા નેપાળ તરફથી આવતા નિવેદનો અને તેની ગતિવિધિઓને કારણે સંબંધોને કાપતી જતી હોય તેવું લાગી રહ્યું છે. ચીન તરફનો નેપાળનો ઝૂકાવ સ્પષ્ટ જોઈ શકાય છે. નેપાળમાં ચીનની રાજદૂત હોઉ યાંગકી ખુબ જ સક્રીય રહે છે. દક્ષિણ એશિયાઈ મામલાઓની જાણકારી ધરાવતી યાગકી વર્ષ 2018થી નેપાળમાં ચીનની રાજદૂત તરીકે કામ કરી રહી છે. ભારતના આ પડોશી દેશમાં તે પોતાની કૂટનીતિના કારણે તો ચર્ચામાં રહે જ છે, પણ સોશિયલ મીડિયામાં પણ પોતાની સક્રિયતા અને પોતાના દેખાવને કારણે પણ ચર્ચાઓમાં રહે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં નેપાળમાં વડાપ્રધાન કે પી શર્મા ઓલી અને સરકાર સંકટમાં છે. ઓલી ચીન તરફ ઝૂકાવ ધરાવતા હોવાનું કહેવાય છે. રવિવારે હોઉ યાંગકી દ્વારા સત્તાધારી પાર્ટીના નેતાઓની મુલાકાત લેવામાં આવી હતી. તે શુક્રવારે જ રાષ્ટ્રપતિ વિદ્યા દેવિ ભંડારીને મળ્યા હતા. અગાઉ પણ યાંગકી સરકાર બચાવવામાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવી ચુક્યા છે તે બાબત સહુ જાણે છે.

એક બાજુ પૂર્વ વડાપ્રધાન ઓલીના વિરુદ્ધમાં છે તો બીજી બાજુ રાષ્ટ્રપતિની વાતને પાર્ટીમાં લોકો શાંતિથી સાંભળે છે. જોકે આ તમામ સ્થિતિઓ વચ્ચે યાંગકીએ રાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન માધવ કુમારની મુલાકાત લઈ ચુકી છે. સ્વાભાવીક પણે પોતાની કૂટનીતિઓ માટેની આવડતને અહીં નેપાળમાં તેમની જગ્યા બનાવી રખાઈ છે. ચીન માટે તે જ સારું છે કે જો નેપાળમાં તેની પ્રિય સરકાર બને, જો તેવું ન થાય તો નેપાળનું ફરી ભાજપ તરફી થવું સંપૂર્ણ શક્ય છે. જોકે આ વખતે સરકાર માથે મુશ્કેલી મોટી છે. સ્ટેન્ડિંગ કમિટિના 40થી 30 સભ્યો વડાપ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. હવે સરકારને બચાવવી ઘણી અઘરી બની છે. હવે જોવું રહ્યું કે યાંગકીની કૂટનીતિ ચીનને કેટલો ફાયદો કરાવે છે.