મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ શું તમે સતત ધૂમ્રપાન કરો છો? જો હાં, તો પોતાની જીંદગીને ભયમાં મુકવા સાથે સાથે તમે તમારા બાળકો માટે પણ જોખમ ઊભું કરી રહ્યા છો. શોધરક્તાઓએ ચેતાવણી પી છે કે તેનાથી વયસ્કોમાં ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી)ના કારણે મૃત્યુનું જોખમ વધી શકે છે. શંશોધન દરમિયાન જણાયું કે જે લોકો પાતના નાનપણથી એક નિયમિત ધૂમ્રપાન કરનાર વ્યક્તિ સાથે રહે છે, તેમનામાં 31 ટકા સીઓપીડીથી મરવાનો ભય વધુ રહે છે.

જ્યારે ધૂમ્રપાન કરનાર વ્યક્તિના ધૂમાડાના સંપર્કમાં આવનારા 9 ટકા વયસ્કોને મૃત્યુનો ભય હોય છે. તેમાં ગંભીર હૃદય રોગથી 27 ટકાથી વધુ મોતનું જોખમ, 23 ટકાને એટેકથી મોતનું જોખમ, અને સીઓપીડીથી સૌથી વધુ 42 ટકા મોતનો ભય રહેલો છે. અમેરિકાની અમેરિકન કેન્સર સોસાયટીના એપીડેમાયોલોજિસ્ટ ડબ્લ્યૂ. રાયન ડાયવરે કહ્યું, આ પહેલું શંશોધન છે જેમાં મધ્ય વય કે તેનાથી નાની ઉંમરમાં સીઓપીડીથી ધૂમ્રપાન નહીં કરનાર વ્યક્તિ અને નાનપણ વચ્ચે સંબંધ અંગે દર્શાવાયું છે.

તેમણે કહ્યું કે, નિષ્કર્ષો દ્વારા એ પણ જાણકારી મળી કે બીજા વ્યક્તિ દ્વારા ધૂમ્રપાનના સંપર્કમાં આવનાર લોકો વયસ્કોમાં સીઓપીડીથી મરવાનો ભય વધુ રહેલો છે. શંશોધનના માટે ટીમમાં 50થી 74 વર્ષની ઉંમરના ધૂમ્રપાન ન કરનાર 70,900 પુરુષો અને મહિલાઓ શામેલ હતા. શંશોધન માટે તેમના પર 22 વર્ષો સુધી નજર રાખવામાં આવી હતી.