મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત સરકારે મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન એક્ટ 2007 અંતર્ગત વૃદ્ધ વડીલોની સંભળા રાખનારાઓની પરિભાષા અને વિસ્તાર અપાયો છે. જોકે કેન્દ્રીય કેબિનેટ તરફથી ન ફક્ત પોતાના બાળકો, પણ જમાઈ અને વહુને પણ સારસંભાળ માટે જવાબદાર હોવાનું નક્કી કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

કાયદામાં સંશોધનને બુધવારે કેબિનેટ તરફથી પણ મંજુરી મળી ગઈ છે. નવા નિયમમાં માતા-પિતા અને સાસુ સસરાને પણ શામેલ કરાયા છે, ચાહે તે સિનિયર સિટિઝન હોય કે ન હોય. આશા કરાઈ રહી છે કે આગામી અઠવાડિયામાં આ બિલને સદનમાં રજુ કરાય તેમ છે. સુત્રોનું કહેવું છે કે તેમાં વધુમાં 10 હજાર રૂપિયા મેન્ટેનન્સ પણ આપવાની લીમીટને ખત્મ કરી દેવાઈ શકે છે. 

દેખરેખ કરનાર એવું કરવામાં વિફળ રહે તો, ફરિયાદ કરવા પર તેમને છ મહિનાની જેલની સજા થઈ શકે છે, જે અત્યા સુધી ત્રણ મહિનાની છે. દેખરેખની પરિભાષામાં પણ બદલાવ કરીને તેમાં ઘર અને સુરક્ષા પણ શામેલ કરવામાં આવ્યા છે. દેખરેખ માટે નક્કી કરાયેલી રકમનો આધાર વડીલો, માતાપિતા, બાળકો અને સંબંધિઓની રહેણી કહેણીના આધાર પર કરાશે. પ્રસ્તાવ પાસ થવાની જવાબદારી લેતા કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે બિલ લાવવાનો હેતુ વડીલોનું માન સન્માન સુનિશ્ચિત કરવાનો છે.

પ્રસ્તાવિત બદલાવોમાં દેખરેખ કરનારાઓમાં દત્તક લેવાયેલા બાળકો, સાવકા પુત્રો અને પુત્રીઓને પણ શામેલ કરાયા છે. સંશોધનમાં સિનિયર સિટિઝન કેર હોમ્સના રજીસ્ટ્રેશનનો પણ ઉલ્લેખ છે અને કેન્દ્ર સરકાર સ્થાપતા, સંચાલન અને રખરખાવ માટે લઘુત્તમ ધોરણો નક્કી કરાશે. બીલના ડ્રાફ્ટમાં હોમ કેર સર્વિસિસ આપવા વાળી એજન્સીઓને રજીસ્ટ્રેશન કરવાનો પ્રસ્તાવ છે. વૃદ્ધ વડીલો સુધી પહોંચ બનાવવા માટે પ્રત્યેક પોલીસ અધિકારીને એક નોડલ ઓફિસર નિયુક્ત કરવાનો રહેશે.

સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે આ બીલથી વડીલોની શારીરિક અને માનસિક તકલીફોમાં ઘટાડો થશે. આ ઉપરાંત નવા બિલથી દેખરેખ કરનારા પણ વડીલોના પ્રત્યે વધુ સંવેદનશીલ અને જવાબદાર બનશે.