કોરોના મહામારીની લડાઇમાં જીવ ગુમાનાર કોરોના વોરિયર્સના પરિવારને  દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર એક કરોડ રૂપિયાની સહાય કરી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં દિલ્હીમાં સરકારી ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ રાજેશ ભારદ્રાજનું કોરોના સંક્રમણને કારણે નિધન થયું હતું.

જેમના પરિવારને આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રૂબરૂ મુલાકત કરી એક કરોડ રૂપિયાની સહાયનો ચેક આપ્યો હતો. એક કરોડ રૂપિયાની સહાયનો ચેક આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પોસ્ટ કરી કહ્યું હતું કે, આ આશા રાખું છું કે એક કરોડની સહાયથી કોરોના વોરિયર્સના પરિવાને થોડી મદદ જરૂર મળશે.

નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વોરિયર્સનું કોરોના સંક્રમણથી નિધન થાય તો 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ સિવાય બીજી ગુજરાત સરકારની નાની-મોટી યોજનાઓમાં તેમના પરિવારને મદદ મળે છે.