મેરાન્યૂઝ નેટવર્ક.રાયપુરઃ છત્તીસગઢ કોંગ્રસને હજુ પણ તખ્તનું સંકટ યથાવત છે. મુખ્યમંત્રી ભૂપેશ બધેલ એક અઠવાડિયામાં બીજી વખત દિલ્હી પહોંચ્યા છે. અહીં તે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. સાંજે ચાર વાગ્યે તેમની મુલાકાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ટીએસ સિંહદેવ પણ દિલ્હીમાં હાજર છે. રાહુલ સિંહદેવને જ રાજ્યના નવા મુખ્યમંત્રી બનવા માગે છે. તેમનું માનવું છે કે બધેલને હવે રાજીનામું આપી દેવું જોઈએ અને સિંહદેવને આગામી સમયમાં રાજ્યની કમાન સંભાળવી જોઈએ.

દિલ્હી રવાના થતા પહેલા સીએમ બધેલે કહ્યું કે તેમને મહાસચિવ વેણુગોપાલનો મેસેજ મળ્યો હતો. તેથી દિલ્હી જઈ રહ્યા છે. ધારાસભ્યોના અંગે પુછાતા તેમણે કહ્યું કે મારા પાસે તેની કોઈ જાણકારી નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના નેતાને મળી શકે છે.

Advertisement


 

 

 

 

 

છત્તીસગઢના ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં દિલ્હી પહોંચ્યા છે. આ તમામ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નજીકના હોવાનું કહેવાય છે. રાજ્ય સરકાર, બે મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યો રાષ્ટ્રીય રાજધાનીમાં પહેલેથી જ છે. આ ધારાસભ્યો વરિષ્ઠ નેતા અને રાજ્ય પ્રભારી પીએલ પૂનિયાને મળ્યા હતા.

બઘેલ વિવાદ ઉકેલીને પાછા આવ્યા

તાજેતરમાં ભૂપેશ બઘેલ અને મંત્રી ટીએસ સિંહ દેવ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. આ પછી તેઓ મહામંત્રી કેસી વેણુગોપાલને પણ મળ્યા. આ બેઠક બાદ એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસની અંદરનો વિવાદ શાંત થઈ ગયો છે, પરંતુ ફરી એક વખત રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી જતા પહેલા એક ડઝન ધારાસભ્યોએ રાયપુરના ન્યૂ સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી.