મેરાન્યૂઝ નેટવર્ક.બલૌદાબજારઃ છત્તીસગઢમાં એક ધૃણાંસ્પદ જધન્ય ગુનાને અંજામ અપાયો છે. અહીં બલૌદાબજાર-ભાટાપારા જિલ્લામાં બે સગીર વયની સગી બહેનો સાથે સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આ કેસમાં પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી બે આરોપી સગીર વયના છે.

પોલીસના અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે, બલૌદાબજાર-ભાટાપારા જિલ્લામાં બે સગીર વયની સગી બહેનો સાથે થયેલા દુષ્કર્મ મામલામાં નવ આરોપીઓ અજય વર્મા (25), સોહન ધ્રુવ (19), રાજેન્દ્ર ડહરિયા (23), શિવમ વર્મા (18), પીયૂષ વર્મા (19), રાકેશ ડહરિયા (23), જગન્નાથ યાદવ (24), રાકી ધૃતલહરે (19) અને ગોપી સાહૂ (19)ની ધરપકડ કરી લેવાઈ છે. આ કેસમાં બે સગીર વયનાઓને પણ પકડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ મહિનાની 28મી તારીખે મહિલા હેલ્પલાઈન  181 પર એક સગીર દીકરીનો ફોન આવ્યો જેણે બે મહિના પહેલા પોતાના પર અને પોતાની સગી સગીર વયની બહેન પર થયેલા દુષ્કર્મની ઘટના અંગે જાણકારી આપી હતી. બંને બહેનોની ઉંમર 14 અને 16 વર્ષની છે.

અધિકારીઓનું કહેવું છે કે, સૂચના મળ્યા પછી પોલીસ દળએ 29 જુલાઈએ પીડિતાના પિતા સાથે મુલાકાત કરી અને ઘટના અંગે પુરી જાણકારી લીધી હતી. છોકરીઓએ કહ્યું કે તે લગભગ બે મહિના પહેલા 31 મેએ પોતાના બે પુરુષ મિત્રો ગોપી સાહુ અને કમલેશ ઉર્ફે રાકી સાથે ફરવા ગઈ હતી. પાછા આવ્યા સમયે નવ આરોપીઓ (જેમાં બે સગીર પણ શામેલ હતા) તેમણે છોકરીઓના બંને પુરુષ મિત્રો સાથે કથિત રીતે મારપીટ કરીને તેમને ત્યાંથી ભગાડી દીધા હતા તથા બાળકીઓ પર સામૂહીક દુષ્કર્મ કર્યું હતું.

પોલીસ અધિકારીઓએ કહ્યું કે આ દરમિયાન આરોપીઓએ મોબાઈલથી વીડિયો પણ બનાવી લીધો હતો અને બાળકીઓને ઘટના સંબંધમાં કોઈને કાંઈ કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના પછી છોકરીઓ ડરી ગઈ હતી અને તેમણે આ સંબંધમાં કોઈને કહ્યું ન હતું, જોકે તે પછી આરોપીઓ છોકરીઓને વારંવાર ધમકીઓ આપતા રહ્યા હતા અને જેનાથી તે પરેશાન થઈ ગઈ હતી અને તેમણે પછી મહિલા હેલ્પલાઈન પાસે મદદ માગી હતી.