મેરાન્યૂઝ નેટવર્ક, ચેન્નઇ: એક તરફ અમદાવાદમાં સ્કૂલવાનથી ત્રણ વિદ્યાર્થીઓ પટકાયાની ઘટના સામે આવી છે ત્યારે બીજી તરફ ચેન્નઇમાં બસની છત પર મુસાફરી કરતા 24 વિદ્યાર્થીઓ પટકાયા તેનો વીડિયો સામે આવ્યો છે.

ગઇકાલે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડે ની ઉજવણી દરમિયાન બસ ડે સેલિબ્રેટશન કરવામાં આવી રહ્યું હતું. જેથી ચેન્નઇમાં વિદ્યાર્થીઓ બસ અને તેની છત પર પણ સવાર થઇ ગયા હતા અને બસના ચાલકે અચાનક બ્રેક મારતા વિદ્યાર્થીઓ બસની છત પરથી રોડ પર પટકાયા હતા. સદનસિબે બસ ઉભી રહી જતા આ તમામ વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. પોલીસે આ મામલે 24 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. બસની છત પરથી પટકાતા વિદ્યાર્થીઓનો વીડિયો અહીં પ્રસ્તુત છે.