મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્રટની તપાસ કરીને આઈએએસ મોહસીનને સસ્પેન્સનનો સામનો કરવો પડ્યો હતો. નરેન્દ્ર મોદીના સામાનની તપાસ કરનાર મોહમ્મદ મોહસિનને ચૂંટણી પંચે ત્યાર બાદ સસ્પેન્ડ કરી દીધા હતા જે સસ્પેન્શન ગુરુવારે રદ્દ કરવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવાયો હતો.

ચૂંટણી પંચનું કહેવું છે કે સિયર અધિકારીને તપાસ માટે ઓડિશા મોકલવામાં આવ્યા અને પછી અમે આ નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે કર્ણાટક સરકારને 1996 બેચના આઈએએસ અધિકારી સામે શિસ્ત ભંગના પગલા લેવા આદેશ કર્યો છે.

બેંગલુરુ ખાતે આવેલા સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ (CAT)તરફથી આઈએએસ અધિકારીના સસ્પેન્સનના આદેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ તરફથી આ આદેશ કરવામાં આવ્યો હતો. આ મામલે સીએટીએ ચૂંટણી પંચ અને બીજા ચાર લોકોને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 6 જૂનના રોજ થશે.

કેબી સુરેશે આદેશમાં કહ્યું કે, એસપીજી સુરક્ષા પ્રાપ્ત હોય તેવા વ્યક્તિઓને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રક્ષણ અને સુરક્ષા મળવી જોઈએ, પરંતુ એવું ન કહી શકાય કે તેઓ કંઈ પણ કરી શકે છે. કેટના જણાવ્યા પ્રમાણે અત્યારે અમે એસપીજી સુરક્ષા પ્રાપ્ત લોકોની માર્ગદર્શિકામાં પડવા માંગતા નથી પરંતુ કાયદાનું સસ્પેન્સ હોવું જોઈએ. ચૂંટણી પંચે તેમને ફરજ દરમિયાન બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા છે. મોહસીલના સસ્પેન્શન ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીએ એસપીજી સુરક્ષા પ્રાપ્ત હોય તેવા વ્યક્તિઓ માટે બનેલા નિર્દેશોનું પાલન નથી કર્યું.