મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સહેવાગની પત્ની આરતી સાથે તેના જ બિઝનેસ પાર્ટનર દ્વારા છેતરપીંડી કરાયાનો ગુનો દાખલ થયો છે. સહેવાગની પત્નીના જણાવ્યા અનુસાર પાર્ટનર્સએ તેની નકલી સહી લેન્ડર્સ પાસેથી સાડા ચાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. પોલીસે ફરિયાદને આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરતી સહેવાગની એક ૮ પાર્ટનર સાથેની એગ્રો કંપની છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પાર્ટનર્સએ લેન્ડર્સ સામે મારા પતિનું નામ વાપરીને લોન લીધી અને તેમણે લેન્ડર્સને બે પોસ્ટડેટેડ ચેક પણ આપ્યા છે.

આરતી સહેવાગનું કહેવું છે કે, કંપની આ લોનને ચૂકવી શકી નથી જે પછી લેન્ડર્સ દ્વારા મારી સામે કોર્ટ કેસ કર્યો છે. જે દરમિયાન આ વાત સામે આવી કે એગ્રીમેન્ટમાં સહી મારી ઉપયોગમાં લેવાઈ છે.