મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના માર્કેટયાર્ડમાં મગફળીના શરૂઆતમાં પોષણક્ષમ ભાવ મળી રહેતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો મગફળીની અવાક મોટા પ્રમાણમાં થતાની સાથે મગફળીના ભાવમાં કડાકો બોલતા ખેડૂતોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે ખેડૂતોએ વેપારીઓ અને માર્કેટયાર્ડના સત્તાધીશોની મીલીભગતના પગલે પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો આક્ષેપ અનેકવાર કરી ચુક્યા છે સાબરકાંઠા જીલ્લાના તલોદ માર્કેટયાર્ડમાં મગફળી વેચવા ખેડૂતોને મગફળીનો હરાજી ૬૦૦ રૂપિયાથી શરુ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

મગફળીના ઉત્પાદનમાં ગુજરાત છેલ્લા એક દાયકાથી દેશમાં મોખરે રહ્યું છેજોકે, વધતા ઉત્પાદનને કારણે તેની કિંમત ઘટી છે અને ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ પાછો મળતો નથી તલોદ માર્કેટયાર્ડમાં ટ્રેક્ટર સહીત વિવિધ માલવાહક વાહનોમાં વહેલી સવારથી મગફળી ભરી પહોંચેલા ખેડૂતો મગફળીના સારા ભાવ મળી રહેવાની આશા માર્કેટયાર્ડના વેપારીઓએ ૬૦૦ રૂપિયાના ભાવે મગફળીની  હરાજી શરુ કરતા ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળવાની આશા ઠગારી નીવડતા ખેડૂતોએ મગફળીની હરાજી પ્રતિ મણ-૧૦૦૦ થી શરુ કરવાની માંગ સાથે હોબાળો મચાવતા અને વેપારીઓ-ખેડૂતો વચ્ચે તું તું મૈં મૈં થતા વેપારીઓ હરાજી છોડીને ચાલ્યા જતા મગફળીનું વેચાણ અટકી પડ્યું હતું ખેડૂતો મગફળીના પૂરતા ભાવ ન મળતા મગફળી પછી લઈ જવા મજબુર બનતા ખેડૂતોને માલવાહક વાહનોનું ભાડું પણ માથે પડ્યું હતું.