મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ ભારત જૂનમાં રિલિઝ થવાની છે. આ મૂવીમાં સલમાનને યંગ એજથી લઈને ઘરડા લૂકમાં દર્શાવાયો છે. જેના માટે કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી (સીજીઆઈ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, દબંગ ત્રણમાં પણ આ જ ટેક્નીકને યૂઝ કરવામાં આવશે જેથી ચુલબુલ પાંડેના કિરદારને યંગ બતાવી શકાય.

ઉલ્લેખનીય છે કે હાલ સલમાન તેની આધેડ વય પર પહોંચી ગયો છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ દબંગ 3માં સલમાન ખાનના કિરદાર ચુલબુલ પાંડેના ભૂતકાળને દર્શાવાશે. યંગ એજમાં સલમાનને બતાવવા માટે આ જ સીજીઆઈ ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવશે જેથી ચુલબુલ પાંડેનો કિરદાર તે દરમિયાન લુકમાં પરફેક્ટ લાગી શકે, બાકી સલમાનનો હાલનો લુક દર્શાવવામાં ફિલ્મની સ્ટોરી અને સલમાનનો ચહેરો ફીટ બેસે તેમ નથી તેથી આ ટેક્નીકનો ઉપયોગ કરાશે તેવી જાણકારી મીડિયા રિપોર્ટ્સ દર્શાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દબંગ 3માં સલમાનના સાથે જ ફરી એક વાર અરબાઝ ખાન અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે. આ બંને જુની ફિલ્મોના પોતાના કિરદારોને નવી સ્ટોરીલાઈન મુજબ દર્શાવતા જોવા મળશે.