મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીના સીરામીક ઉધોગપતિ પાસેથી રૂ. 18 લાખ લૂંટીને બે લૂંટારુઓ બાઇક લઈને ભાગ્યા હોવાની વિગતો મળી છે. આથી, બન્ને લૂંટારુઓને ઝડપી લેવા મોરબી જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવી છે. જ્યારે બન્ને લૂંટારુઓએ લૂંટ પેહલા રેકી કરીને પ્રી-પ્લાન બનાવી આ લૂંટને અજામ આપ્યો હતો.

મોરબીની આલાપ સોસાયટીમાં રહેતા પ્લેટીના વિટ્રીફાઇડ સીરામીક કારખાનું ધરાવતા હિતેશભાઈ સરડવા આજે સવારે તેમના જુના ઘર વાવડી રોડ પરની સોમૈયા સોસાયટીમાં આવેલી ઓફીસ પાસે કાર લઈને પહોંચ્યા હતા. ત્યારે બાઇકમાં આવેલ બે શખ્સો સીરામીક ઉધોગપતિની આંખમાં મરચું છાંટીને તેમની પાસે રહેલા રૂ. 18 લાખ રોકડ ભરેલો થેલી ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ અને એલસીબી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લૂંટના બનાવની તપાસ હાથ ધરી છે.

જોકે બન્ને લૂંટારુઓ લૂંટ ચલાવીને બાઇકમાં નવલખી તરફ ભાગ્યા હોવાની વિગતો બહાર આવી છે. આથી, એસપીએ લૂંટારુઓને ઝડપી લેવા મોરબી જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાં નાકાબધીના આદેશ આપ્યા છે અને અલગ અલગ ત્રણથી ચાર ટીમો બનાવની સઘન તપાસ કરવામાં આવી છે.

જો કે આ બનાવમાં આરોપીઓ રેકી કરીને લૂંટ કરી હોવાનું અનુમાન છે. જેમાં આ લૂંટની ઘટના આજે સવારે 9 -30 આસપાસ બની હતી ત્યારે આ ઘટનાની પહેલા 15 મિનિટ પહેલા બન્ને લૂંટારુઓ અહીં ચક્કર મારતા જોવા મળ્યા હતા. જ્યારે મોરબીમાં હમણાંથી ગંભીર બનાવો વધી રહ્યા છે. મોરબી ક્રાઈમ હબ બની ગયું હોય તેમ ઉતરોતર લૂંટ, ખૂન સહિતના ગંભીર ગુના વધી રહ્યા છે. ખાસ કરીને મોરબીના સીરામીક ઉધોગમાં આવતા અમુક પરપ્રાંતિયોની આવા ગંભીર ગુનામાં સંડોવણી ખુલે તેવી શકયતાઓ