મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરે દેશની બેહાલ કરી દીધો છે. રોજ સંક્રમણના 4 લાખથી વધુ નવા કેસ મળી રહ્યા છે અને 4 હજારથી વધુનો આંકડો મોતને પાર થવો એ પણ ભય વધારી રહ્યો છે. આ દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને નરેન્દ્ર મોદી સરકાર પર વિપક્ષના નિશાન પર બની રહી છે. હવે આ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું તેમણે કહ્યું કે દેશને પીએમ આવાસ નહીં, શ્વાસ જોઈએ છે.

આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર હેંડલ પર બે તસવીરો પોસ્ટ કરી છે. જેમાં પહેલી તસવીરમાં સામાન્ય લોકો ઓક્સીજનની લાંબી લાઈન પર ઊભા છે અને બીજી તસવીરમાં સેંટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના માટે ખોદકામ ચાલુ થઈ રહેલું દેખાય છે. આ તસવીરો સાથે રાહુલ ગાંધીએ લખ્યું છે કે દેશને પીએમ આવાસ નહીં, શ્વાસ જોઈએ છે.