મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેબિનેટની બેઠકમાં આજે મોદી સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીનું ગીફ્ટ આપવાનું એલાન કર્યું છે. સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 12 ટકાથી વધારી 17 ટકા કરી દેવાયું છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેનું એલાન કરતાં કહ્યું કે મોદી સરકારના આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને લાભ મળશે. આ નિર્ણયથી સરકાર પર 16000 કરોડથી વધુનો બોઝો પડશે. આ નિર્ણય બાદ કેન્દ્રીય કર્મચારીઓનું હાલનું મોંઘવારી ભથ્થું 12 ટકાથી વધારી 17 ટકા કરી દેવાયું છે. તેનો લાભ જુલાઈ 2019થી મળશે સાથે જ પીઓકેથી આવેલા વિસ્થાપિતોને પણ રૂ. 5.5 લાખની આર્થિક સહાયતા આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સરકારી કર્મચારીઓને તહેવારની સીઝનમાં ભેટનું એલાન કર્યું છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 5 ટકા વધારીને 17 ટકા કરી દેવાયું છે. મોદી સરકારમાં ઘણા ક્ષેત્રોમાં અમે ઘણા સારા કામો કર્યા છે અને તેની અસર પણ જોવા મળી રહી છે.

જાવડેકરે પીઓકેના વિસ્થાપિતો અંગે સહાયનું એલાન કરતાં કહ્યું કે તેને ઐતિહાસિક ભુલ સુધારવાની એક તક ગણાવી છે. તેમણે કહ્યું કે, આજે કેબિનેટમાં જમ્મૂ-કશ્મીરના માટે ઐતિહાસિક નિર્ણય થયો છે. પીઓકેના વિસ્થાપિત થયેલા 5300 પરિવાર જે દેશના બિજા હિસ્સાઓમાં વસી ગયા છે તેમને ફરી જમ્મૂ કશ્મીરમાં આવવા માટે તેમણે 5.5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. આ વિસ્થાપિત થયેલા પરિવારો સાથે થયેલી ઐતિહાસિક ભૂલ સુધારવા તરફ આ એક પગલું છે.

કેન્દ્રિય બજેટમાં આયુષ્યમાન ભારત યોજનામાં વધુ તેજી લાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી ફક્ત બે જ રાજ્ય છે બંગાલ અને દિલ્હી કે જેમને શરૂ નથી કર્યું. તેમણે કહ્યું કે ગરીબ લોકોને સારવાર માટે 5 લાખ સુધીની સહાયતા રકમ અત્યાર સુધી 31 લાખ લોકોએ કાર્ડ બનાવી લીધા છે.

સરકારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે આધાર આપવાની અનિવાર્યતાની મર્યાદા પણ વધારી દીધી છે. હવે ખેડૂતોને 30 નવેમ્બર સુધી આધાર ઉપલબ્ધ કરાવવાનું થશે. પહેલા આ તિથિ 1 ઓગસ્ટ 2019 હતી.