મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આજે દશેરાના પર્વ નિમિત્તે સમગ્ર ભારતમાં શસ્ત્ર પૂજા વિધિ કરવામાં આવી રહી છે. ત્યારે દેશનાં રાજવી પરિવારોએ પણ પોતાની પરંપરાગત રીતે શસ્ત્ર પૂજા વિધિ કરી હતી. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે રાજકોટના રાજવી માંધાતાસિંહજી તેમજ તેમના સુપુત્ર અને અને યુવરાજ જયદીપસિંહ જાડેજાએ પણ આજે શાસ્ત્રોકત રીતે શસ્ત્રપૂજન કર્યું હતું.

રાજવી પરિવાર દ્વારા આમ તો દર વર્ષે મા આશાપુરા મંદિર ખાતે શસ્ત્ર વિધિ પૂજા વિધિનો કરવામાં આવે છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે આજે વિધિ પેલેસ પૂરતી સીમિત રાખવામાં આવી હતી. જેમાં માંધાતાસિંહજી તેમજ જયદીપસિંહ જાડેજા દ્વારા શસ્ત્રપૂજનની સાથે સાથે અશ્વ તિલક વિધિ તેમજ વિન્ટેજ કાર ને પણ તિલક કરીને પૂજા વિધિ કરવામાં આવી હતી.