મેરાન્યૂઝ નેટવર્ક.હૈદરાબાદઃ હૈદરાબાદમાં કાચીગુડા રેલવે સ્ટેશન પર સોમવારે બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી. ટ્રેન ચાલક સહિત 16 લોકો ઘાયલ થયા હતા. દક્ષિણ મધ્ય રેલવેના અધિકારીઓએ આ જાણકારી આપી હતી કે તેમને કહેવાયું છે કે કાચીગુડા રેલવે સ્ટેશન પર સોમવારે સવારે 10.41 કલાકે લિંગમપલ્લી-ફલકનુમા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સિસટમ (એમએમટીએસ) ટ્રેન કુર્નૂલ-સિકંદરાબાદ રેલવે ઈંટરસિટી એક્સપ્રેસ 17028 સાથે અથડાઈ છે. આ ઘટનામાં 16 લોકોને ઈજાઓ થઈ છે. ચાલક પણ ગંભીર રીતે ઘાયલ છે પરંતુ હાલ તેમની હાલત સુધારા પર છે. તેમણે કહ્યું કે ચાલક પોતાની કેબીનમાં જ ફસાઈ ગયા હતા. ઘણા કલાકો પછી તે ત્યાંથી નિકળ્યો હતો. તેના પગમાં ઈજા થઈ હતી. ઓપરેશન દરમિયાન ઓક્સિજન અને અન્ય જિવન રક્ષક સહાયતા પણ અપાઈ છે.

રેલવેના સુરક્ષા આયુક્ત રામ કૃપાલ ઘટના સ્થળની તપાસ કરશે અને મંત્રાલયએ સામાન્ય ઘાયલ તમામ વ્યક્તિને 5 હજાર અને ગંભીર રીતે ઘાયલ પ્રત્યેક યાત્રીને 25 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી. દરમિયાનમાં રેલવેના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં આપ બંને સામ સામે આવતી એક જ ટ્રેક પરની ટ્રેનને જોઈ શકશો અને બંને વચ્ચે થતી સામ સામેની ટક્કર પણ જોઈ શકાય છે. ટ્રેનના ડબ્બા આ ટક્કર બાદ હવામાં ઉંચા ઉછળી ગયા હતા. લોકો અકસ્માતથી ભયભીત થઈ તુરંત ટ્રેનમાંથી બહાર દોડી આવી એક તરફ ઊભા રહી ગયા હતા. અકસ્માતમાં ત્રણ ડબ્બા ક્ષતિગ્રસ્ત થયા હતા. આ સીસીટીવી ફૂટેજ ટ્વીટર પર @naartthigan દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે. જે અહીં આપ સમક્ષ રજુ કરાયા છે.