હેમિલ પરમાર (મેરાન્યૂઝ.ગાંધીનગર): સીબીએસસી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને ધોરણ-૧૨ ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે આ મહામારીને ધ્યાનમાં રાખીને CBSC બોર્ડની ધોરણ-૧૦ ની બોર્ડ પરીક્ષા કેન્સલ (રદ્) કરવામાં આવી છે અને ધોરણ-૧૨ CBSE ની બોર્ડ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ નક્કી થયાના ૧૫ દિવસ અગાઉ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની નોટિસ દ્વારા જાણ કરવામાં આવશે.


 

 

 

 

 

આજે દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી, શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ,  શિક્ષણ ખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં CBSE ધોરણ 10 ની પરીક્ષા રદ કરવામાં આવી અને ધોરણ-૧૨ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધોરણ - ૧૨ ની પરીક્ષાની તા. ૦૪-૦૫-૨૦૨૧ થી ૧૪-૦૬-૨૦૨૧ ના રોજ યોજાવાની હતી પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ધોરણ ૧૦  ની પરીક્ષા તા.૦૪-૦૫-૨૦૨૧ થી ૦૭-૦૬-૨૦૨૧ ના ના રોજ યોજાવાની હતી, તે પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષામાં ૩૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસવાના હતા. CBSE દ્વારા ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓ માટે જરૂરી માપદંડ નક્કી કરવામાં આવશે તેના આધારે ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે.