મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સીબીએસઈ બોર્ડની ધોરણ 12ની વર્ષ 2021ની પરીક્ષાને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને એમ્સમાં દાખલ કરાયા છે. જેમના દ્વારા 23મી મેએ આયોજીત થયેલી ઉચ્ચ સ્તરિય બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સાથે ચર્ચા અને તેમનાથી મળેલી ભલામણો સંદર્ભમાં વિચાર કર્યા બાદ મંગળવારે સવારે 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓને લઈને મોટી જાહેરાત કરવામાં આવવાની હતી. જોકે તબીયતના કારણે તે શક્ય બન્યું નહીં. જોકે સાંજ સુધીમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી અને બેઠકમાં જ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisement


 

 

 

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોપરી અને મહત્વપૂર્ણ છે તથા તેની સાથે કોઈ કાળે સમજુતી કરી શકાય નહીં. તેમણે કહ્યું, બાળકો, અભિભાવકો અને શિક્ષકોના અંદરની બેચેનીને ખત્મ કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રવેશ માટે મજબુર ન કરવા જોઈએ. સરકારની તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે કોરોનાને લઈને અનિશ્ચિતતાનો માહોલ જોતા સીબીએસઈ પરીક્ષાને લઈને વિવિધ પક્ષો સાથે સલાહ લીધા પછી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે સીબીએસઈ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ન લેવાનું નક્કી થયું છે.

ધોરણ 12ની રદ્દ થયેલી આ પરીક્ષાના પરિણામો પણ સમયબદ્ધ રીતે અને સ્પષ્ટ માપદંડ સાથે તૈયાર કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.