મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ/નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે તપાસને લઈને સીબીઆઈને કેન્દ્રની અભિસૂચના મળી ચુકી છે અને ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. તેની સૂચના જલ્દી જ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. કેસની તપાસ અલગ અલગ ટીમ કરશે તેથી એસઆઈટીની રચના કરવામાં આવી રહી છે. ત્યાં જ સીબીઆઈ બિહાર પોલીસના સંપર્કમાં છે.

આપને જણાવી દઈએ કે સુશાંતના મામલાની મનોજ શશિધરની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર તપાસની દેખરેખ રાખશે. તપાસ માટે અનિલ યાદવને ઈન્વેસ્ટિંગ ઓફિસર (આઈઓ) નિયુક્ત કરાયા છે. ત્યાં જ ઈડી 7 ઓગસ્ટે રિયા સાથે પુછપરછ કરવાની છે.

બીજી તરફ બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ આજતક સાથે વાત કરતાં કહ્યું કે, દિશા સલિયનના મોતનો સુશાંત સિંહ રાજપૂતના કેસ સાથે સીધો સંબંધ છે. આ ઉપરાંત ગુપ્તેશ્વર પાંડેએ મુંબઈમાં બિહાર પોલીસના વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બિહાર પોલીસ પોતાનું કામ કરવા મુંબઈ ગઈ હતી.

ગુપ્તેશ્વર પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, તેમનો અધિકારી ત્રણ માટે મુંબઇ ગયો હતો, તેઓને ક્વોરંટિનમાં રાખ્યા હતા. દરરોજ હજારો લોકો મુંબઇ પહોંચે છે, કેટલા લોકોને તેઓ ક્વોરંટાઈન કરે છે? આ કેવું વલણ છે? મુંબઈમાં તપાસને સીધી અવરોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સાવ ખોટું છે.

જણાવી દઈએ કે સુશાંતના પિતા કે કે સિંહે પટણામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદ બિહાર પોલીસ આ કેસની તપાસ માટે મુંબઈ પહોંચી હતી. આ પછી, મુંબઈ પોલીસ પર બિહાર પોલીસને સહકાર ન આપવાનો આરોપ મૂકાયો હતો. આ પછી, બીએમસીને આઈપીએસ વિનય તિવારીને ક્રેન્ટેઇન કરવામાં આવ્યા હતા, જે બિહારથી મુંબઇ તપાસ માટે ગયા હતા. બિહાર પોલીસ ટીમના સભ્યો પટના પરત ફર્યા છે પરંતુ વિનય તિવારી હજી ત્યાં છે.