નવી દિલ્હી: CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનએ અદાણી ગ્રુપ સામેની પ્રાથમિક તપાસને ન્યાયક્ષેત્રના મુદ્દે બંધ કરી દીધી છે. જે પાવર ઇક્વીપમેન્ટની  ઓવર ઈન્વોઈસિંગને કરને ઊભો થયો હતો આ ઉપરાંત અન્ય કોઈ વધારાની કાર્યવાહી પણ બંધ કરી દીધી છે.

CBIએ દિલ્હી હાઈકોર્ટને એક સોગંદનામુ જમા કરાવ્યું હતું જેમાં મંગળવારે દિલ્હી હાઈકોર્ટે નોંધ કરી હતી કે તપાસએ ટ્રાન્સમિશન નેટવર્ક કે જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર હતું એ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકાર હસ્તકનો હતો. આ ઉપરાંત CBIને આ કેસમાં વધુ તપાસ કરવાની પણ  રોક લગાવી હતી.

ઓવર ઇન્વોઇસીંગ ફોલો અપ

2014, મે મહિનામાં જ્યારે મોદી સરકાર શાસનમાં જ આવી હતી, DRIએ અદાણી ગ્રુપને કેપિટલ એક્વીપમેન્ટની આયાતમાં ઓવર વેલ્યુએશનના આક્ષેપ પર ૫૫૦૦ કરોડની નોટિસ મોકલી હતી.

એક મહિના પછી છાપામાં આવ્યું કે CBIએ DRIના રેફરન્સથી એક પ્રાથમિક તપાસ હાથ ધરી છે. કસ્ટમ ઈન્ટેલીજનસ એજેન્સીએ શોધી નાખ્યું હતું કે ત્રણ કંપનીઓ અદાણી પાવર રાજસ્થાન, અદાણી પાવર મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર ઇસ્ટર્ન પાવર ટ્રાન્સમિશન કંપનીએ ૩૫૮૦ કરોડના પાવર ઇકવીપમેન્ટ  કે જે સાઉથ કોરિયા અને ચાઈનાથી ૯૦૪૮ કરોડમાં આયાત કરવામાં આવ્યા હતા.

દ વાયર અને અન્ય મીડિયાએ રિપોર્ટ કર્યું હતું કે પુરાવા છે કે જે સાબિત કરે છે કે ઇલેક્ટ્રોજન ઇન્ફ્રા'સને માલિકી મોરેસિયસના વિનોદ અદાણીના નેજા હેઠળના એક ટ્રસ્ટ સાથે સંકળાયેલ છે, કે જે અદાણી ગ્રુપના બોસ ગૌતમ અદાણીના મોટાભાઈની છે.

CBI- નો- ઇન્કવાયરી

CBIની પ્રાથમિક ઇન્કવાયરી કે જેની માહિતી જાહેર કરવામાં આવી ન હતી અને જે ચાર વર્ષ પેહલા રિપોર્ટ કરવામાં આવી હતી, એ ૨૦૧૪ જુનમાં મહારાષ્ટ્ર ઇસ્ટર્ન પાવર ટ્રાન્સમિશન કંપની, PMC પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લીમીટેડ (DRI મુજબ એ અદાણી ગ્રુપ દ્વારા સંચીલિત કોન્ટ્રેકટર), અદાણી એન્ટરપ્રાઈઝ લીમીટેડ અને મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રીસીટી ટ્રાન્સમિશન કંપની (રાજ્ય સરકાર દ્વારા ચાલતી કંપની) સામે દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં ૬ જાહેર સાહસોની બેંકો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, વિજ્યા બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ, સ્ટેટ બેંક ઓફ મૈસુર અને કેનેરા બેંકના અજાણ્યા ઓફિસરના નામ પણ હતા. આ ઇન્ક્વાયરીમાં જોવા આવ્યું કે આ બેંકોની ક્રેડીટ ફેસીલીટી પાવર ઇકવીપમેન્ટની આયાત સમયે “ગ્રોસ ઓવરવેલ્યુએશન/ઓવર ઇન્વોઇસિન્ગ માટે પબ્લિક સેક્ટરની બેન્કોના ફંડની વસુલાત થઇ હતી.”

તપાસમાં બીજા પણ આરોપો ઉમેરવામાં આવ્યા જેમાં વધારાના ખર્ચની પ્રોજેક્ટ કોસ્ટની અસરો અને બેન્કોમાંથી વધુ નાણા મેળવવાની વાત પણ CBIએ સોંપેલી એફિવડેવીટમાં કરાવી છે.

તપાસ એજેન્સીએ પૂર્ણ કર્યું કે એ પ્રોજેક્ટ જેના માટે ઇક્વિપમેન્ટ આયાત કરવામાં આવ્યા હતા એને સાબિત કરવામાં માટે જ્યુરીડીશીયલ મુદ્દાઓને કારણે આ તપાસ બંધ કરી દેવામાં છે. આ તપાસ આધિકારિક રીતે બંધ કરી દીધી છે.

CBIમુજબ આ ઇન્ક્વાયરી અધિકારીક રીતે જુલાઈ ૨૦૧૫માં બંધ કરી દેવામાં આવી, અડધા વર્ષે જ્યારે તે નોંધવામાં આવી હતી. એડવોકેટ પ્રણવ સચદેવ કે જેણે PIL ફાઈલ કરી હતી. કેન્દ્રના બદલે, પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન અને કોમન કોસ માટે એમણે દ વાયરને જણાવ્યું કે આતપાસ  બંધ કરવા પાછળનો તર્ક "ખૂબ સામાન્ય  બહાનું હતું.

સચદેવે વધુમાં જણાવ્યું હતું કે પબ્લિક સેક્ટર બેંકની ક્રેડીટ ફેસીલીટી ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો CBI સરળતાથી તપાસ કરી શકે. તો પછી તે કઈ રીતે તપાસ બંધ કરી શકે કે આ મેટર મહારાષ્ટ્રની છે અને તેમને મહારાષ્ટ્ર સરકારની પરમીશન ન હતી, પરંતુ જ્યારે પબ્લિક સેક્ટરની બેંકનો રોલ હોય ત્યારે કોઈ રાજ્ય સરકારની પરમીશનણી જરૂર નથી.

સેક્શન ૬ અને સ્ટેટ ઇન્વેસ્ટીગેશન 

તે વખતે એ અસ્પષ્ટ હતું કે અદાણી ઓવર ઇન્વોઇસિન્ગ કેસમાં દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એકટની (DSPE) કલમ ૬ મુજ્બ પરમીશન માટે અપ્લાય કરવાનું કે નહીં!

આ DSPE એક્ટની કલમ હેઠળ CBIએ તપાસ કરતા પહેલા પરમીશન લેવી જરૂરી છે કારણ કે એ દિલ્હી પોલીસના પાવર અને જ્યુરીડીક્ષનમાં આવે છે.

CBI ઈન્વેસ્ટીગેશનનું નોલેજ ધરાવતા એક સુત્રના જણાવ્યા અનુસાર આ માટે પરમીશનની જરૂર હોતી નથી.

આ દલીલમાં શું ઉમેરવામાં આવે છે કે CBI એ બીજા ઓવર-ઇનવોઇસિંગ કેસમાં કેવી રીતે સંપર્ક કર્યો છે, જેણે દિલ્હી હાઈકોર્ટમાં અપડેટ આપી હતી.

એજેન્સીએ નોલેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સીસ્ટમ સામે પણ એક પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં હોંગકોંગ અને સિંગાપોર ખાતેના ઇન્ડોનેશીયન કોલસાના ઓવર ઇન્વોઈસીન્ગના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ કેસમાં, એ પ્રાથમિક તપાસ કરવામાં આવી જેમાં 'મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લીમીટેડના અજાણ્યા અધિકારીઓ અથવા મહારાષ્ટ્ર રાજ્યની માલિકીની વીજ કંપનીના અધિકારીઓ સામે પણ તપાસ કરવામાં આવી.

અહિયાં, આમ છતાં, આ કેસ મહારાષ્ટ્રમાં થયેલો હોવા છતાં CBIએ કહ્યું કે અલગ અલગ લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડીંગ સાથે તપાસ ટ્રેક પર જ છે અને દસ્તાવેજોણી નકલો મેળવવાનું કામ પણ ચાલુ છે.

શું CBIનોલેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સીસ્ટમ સામે આજ પરમીશન સાથે કાર્યવાહી કરી રહી છે ? અને પરમીશન મહારાષ્ટ્ર સરકાર પાસેથી પરમીશન મેળવી છે? અને જો નહીં, તો આ કેસ વિરોધાભાસ ઊભો કરે છે કે જે પોઝીશન CBIએ અદાણી ગ્રુપ સામે આવા જ કેસમાં લીધી અને જો ના તો આ હજી સ્પષ્ટ નથી કે કેમ CBIઅને મહારાષ્ટ્ર સરકારે અદાણીની ફાઈલ બંધ કરવાનું પસંદ કર્યું?
 

આ આર્ટીકલ અંજુ શ્રીવાસ દ્વારા Thewire.inમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે જેને સહઆભાર લેવામાં આવ્યો છે