મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આમ તો નવી ગાડીને એક સામાન્ય સ્ક્રેચ પણ પડી જાય તો ઘણું દુઃખ થાય છે, પણ અહીં તો 20 જ મીનિટમાં લેમ્બોર્ગીની જેવી લક્ઝૂરિયસ કારના કચ્ચરઘાણ વળી ગયા છે. વિચારો શું થયું હશે એ કાર માલીકને? જોકે સોશિયલ મીડિયા પર આ ઘટનાની તસવીરો હાલ વાયરલ થઈ રહી છે. કારના ફોટોઝ અને ઘટના સાથેની માહિતી ડબ્લ્યૂવાયપી રોડ્સ પુલિસિંગ યુનીટએ ટ્વીટર પર શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ફક્ત એક કાર છે. પરંતુ આ બ્રાન્ડ ન્યૂ લેમ્બોર્ગિનીને 20 મીનિટ પહેલા જ ખરીદાઈ હતી. ટેક્નીકલ ખામીને પગલે આ લેન ત્રણમાં જ રોકાઈ ગઈ ત્યારે જ પાછળથી આવતી એક ગાડી સાથે તેનો અકસ્માત થતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

કિંમત છે 20 કરોડ રૂપિયા !!!

બીબીસીની રિપોર્ટ મુજબ આ લેમ્બોર્ગિની હુરાકન 2 લાખ પાઉન્ડ (અંદાજે 1.80 કરોડ રૂપિયા)ની છે. પોલીસે કહ્યું કે આ બ્રાન્ડ ન્યૂ લેમ્બોર્ગિની 20 મીનિટ પહેલા જ શૉરૂમથી નિકળી હતી, પરંતુ કોઈ મશીનની ગરબડને પગલે કાર વચ્ચે રસ્તા પર જ બંધ પડી ગઈ જેને પગલે એક વાન સાથે તેનો અકસ્માત થઈ ગયો હતો.

વેસ્ટ યૉર્કશાયર પોલીસના પીસી રિચર્ડ વાઈટલે કહ્યું કે લંડનના એમ1 વેસ્ટ યૉર્કશાયરમાં થયેલા આ અકસ્માતમાં લેમ્બોર્ગિની અને વાન ચાલક બંનેને સામાન્ય ઈજાઓ થઈ છે. આપને જણાવી દઈએ કે આ અકસ્માત ગુરુવારે લગભગ બપોરના 1 વાગ્યા આસપાસ થયો હતો.