મેરાન્યૂઝ નેટવર્ક.ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશના શામલી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના એક નેતાએ પોલીસ પર તેમને જીવથી મારી નાખવાના પ્રયત્ન કર્યાનો આક્ષેપ લગાવ્યો છે, જ્યારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમ ગત રાત્રે તેમની કાર પર ગોળી ચલાવી હતી, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ભાજપ નેતાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ જેમણે તેમને રાત્રે અટકમાં લીધા અને યાતનાઓ પણ આપી હતી, તેમની હત્યા કરવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

શામલી જિલ્લાના એલુમ ખાતેના નિવાસી ભાજપ નેતા અશ્વની પવાર થોડા લોકો સાથે કારમાં દિલ્હી-સહારનપુર જઈ રહ્યા હતા, જ્યારે એસઓજીની ટીમએ કાર પર ગોળીઓ ચલાવી, સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કાર ધીમી થઈને અંતે રસ્તા પાસે ઊભી રહી ગઈ, અને પછી સાદા કપડામાં પોલીસકર્મીઓએ કારને ઘેરી લીધી. થોડી જ ક્ષણો પછી કાર ઝડપથી ભાગી નીકળી. ઉત્તર પ્રદેશમાં એસઓજી ખરેખર જિલ્લા સ્તરીય પોલીસ ટીમ હોય છે. જેમને ઉચ્ચસ્તરિય ગુનાઓ સામે લડવા બનાવવામાં આવે છે.


 

 

 

 

 

પવારે પત્રકારોને કહ્યું, મારા બાળકો રેસ્ટોરાંમાં જમવાની જીદ કરી રહ્યા હતા, તેથી અમે બહાર ગયા હતા. એક પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ ભરાવીને પછી ચાલતાં જ મને ખબર પડી કે કાર્ડ સ્વાઈપ મશીન મારી કારની છત્ત પર જ રહી ગયું છે. તેથી હું રોકાયો અને પંપ અટેંડન્ટને બોલાવ્યો. ત્યારે જ મેં એસઓજી અધિકારીઓને પિસ્તોલ પકડેલા કાર તરફ આવતા જોયા. તેમણે ગોળીઓ ચલાવવાની શરૂ કરી. મેં તુરંત ઝડપથી કાર ભગાવી ત્યાંથી નીકળી ગયો પરંતુ ત્યાં સુધી દસથી પંદર ગોળીઓ ચલાવી ચુક્યા હતા.

અશ્વની પવાર સાથે કારમાં ચાર લોકો હાજર હતા જેમાંથી એક મનીષ કુમાર ગોળી વાગવથી ઘાયલ થયા. જ્યારે ત્રણ અન્ય ગોળીઓ પણ કારમાં ફસાયેલી. પવારનો આરોપ છે કે, પોલીસ કર્મચારીઓ તેમના ઘરે પહોંચ્યા અને એસઓજી કમાંડિંગ ઓફિસર જિતેન્દ્ર સિંહના આદેશ પર તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા, જ્યાં તેમને આખી રાત યાતનાઓ આપવામાં આવી. તેમને નકલી કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી.


 

 

 

 

 

તેમનું કહેવું છે કે, સવાર સુધી મારા સમર્થક મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા, અને ત્યારે હું બચી શક્યો. પોલીસકર્મીઓએ મારા પ્રતિદ્વંદ્વિઓ પાસેથી પૈસા લીધા છે અને મને મારવાનું ષડયંત્ર રચ્યું છે. પવારે બાબતની તપાસની માગ કરી છે. શામલીના પોલીસ અધિક્ષક સુકિર્તિ માધવે ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું, આરોપ ગંભીર છે.. અમે તમામ તથ્યો પર વિચાર કરી રહ્યા છીએ અને તપાસ પછી જે કાંઈ સામે આવશે તેના આધાર પર અમે કાર્યવાહી કરીશું.