મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય કોલેજિયન ‘નિર્ભયા’ની ગઈકાલે અંતિમવિધિ કરાઈ હતી. ત્યારબાદ રાત્રે મોડાસાના માર્ગો પર અનુસૂચિત જાતિ સહિતના લોકોએ કેન્ડલ માર્ચ યોજીને હત્યારાઓને કડક સજા કરવાની માંગ કરી હતી. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો હાથમાં મીણબત્તી લઈને દીકરીને ન્યાય અપાવવા રસ્તા પર ઉતર્યા હતા.