મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક શખ્સે પોલીસને ફોન કરીને પ્રધાનમંત્રીને મારવાની ધમકી આપી દીધી છે. ધમકી ભર્યા કોલ પછી દિલ્હી પોલીસમાં દોડધામ મચી ગી હતી. આ શખ્સે ફોન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારવા માટે 30 કરોડ રૂપિયાની સોપારી આપશે. જે સમાન્ય કેસમાં બનતું નથી તેવી રીતે પોલીસે જલ્દીથી જ કોલ કરનારા શખ્સને પકડી પાડ્યો. પોલીસ મુજબ આરોપીનું નામ પિંટુ સિંહ છે અને તેમની ઉંમર 30 વર્ષની કહેવાઈ રહી છે.

પિંટુ કારપેંટરનું કામ કરે છે અને દિલ્હીના સાગરપુર વિસ્તારમાં રહે છે. એવું કહેવાઈ રહ્યું છે કે તે ચિક્કાર દારુના નશામાં ધૂત થઈ ગયો હતો અને તેણે પોલીસને ધમકી વાળો ફોન કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની માનસિક હાલત પણ સારી નથી તેની સારવાર રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ચાલે છે. પોલીસ મુજબ આરોપીના ઘરમાંથી દવાઓ પણ મળી આવી છે, પોલીસે આરોપીની અટકાયત કરી લઈ તેની મેડિકલ તપાસ હાથ ધરી છે.