મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ લોકસભાની  ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ ન થાય તે માટે ઇન્કમટેક્સ વિભાગે કામગીરી શરૂ કરી છે, તેમજ  રાજ્યમાં ક્યાં મતદારોને પ્રભાવિત કરવા માટે જો કોઈ સ્થળે પૈસા  વહેંચતા હોય તો સામાન્ય માણસ પણ માહિતી આપી શકે તે માટે એક વોટસઅપ નંબર શરૂ કરવામાં આવ્યો છે, ઇન્કમટેક્સને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ જોઈન્ટ ઇન્કમટેક્સ  કમિશ્નર પંકજ શ્રીવાસ્તવે જણાવ્યું હતું .

ચૂંટણી દરમિયાન કાળા નાણાંની હેરાફેરી રોકવા માટે ઇન્કમટેક્સ વિભાગના 400 અધિકારીઓ  કામ કરી રહ્યા છે, આ ઉપરાંત 11 એરપોર્ટ ઉપર પણ અધિકારીઓ મુકવામાં આવ્યા છે, તેમજ એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, કોઈ પણ નાગરિક કાળા નાણાં અંગે આ નંબર 18002337444 તેમજ વોટસએપ નંબર 7016245836 ઉપર માહિતી આપી શકે છે.

હમણાં સુધી ઇન્કમટેક્સને કુલ આઠ ફરિયાદ મળી હતી જેમાં સુરતમાંથી 21 લાખ અને અમદાવાદમાંથી 50 લાખ કબજે કર્યા છે, આ ઉપરાંત રેલવે દ્વારા પૈસાની હેરાફેરી રોકવા  માટે રેલવે  પોલીસને રોકવા માટે પણ ચર્ચા કરવામાં આવી છે.