મેરાન્યૂઝ નેટવર્ક. કેલિફોર્નિયા:  સામાન્ય રીતે આપણાથી દસ ફૂટ દૂર અજગર હોય તો આપણે ચિચિયારીઓ પાડતા હોઇએ છીએ. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થયો છે તે જોઇને તમે પણ ચિચિયારી કરી મૂકશો. અજગરોથી ઘેરાયેલા એક માણસનો એક વીડિયો (Man Sits In Area Surrounded By Snakes) સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો જોયા પછી તમે પણ ડરી જશો. કેલિફોર્નિયાના રેપ્ટાઇલ પ્રાણી સંગ્રહાલયમાં શૂટ કરવામાં આવેલા એક વીડિયોમાં ઝૂના સ્થાપક જે બ્રેવર અજગરની વચ્ચે બેઠા જોવા મળે છે. પરંતુ દરેક તેની હાજરીથી આશ્ચર્યચકિત થાય છે. બધા આકાર અને રંગોના અજગરો તેની ફરતે જોઇ શકાય છે. તેઓ કહે છે હું સાપની વચ્ચે અટવાઈ ગયો છું.

વીડિયોમાં જોઇ શકાય છે કે જે બ્રેવર નીચે બેઠા છે અને તેની ઉપર ઘણા અજગરોનો ઢગલો છે. તેઓ કેમેરા તરફ જુએ છે અને વાત કરવાનું શરૂ કરે છે. ત્યારે ખતરનાક અજગર તેમના માથા પર પડે છે. ત્યારે તેઓ પોતે પણ ચીસ પાડે છે. તેમને વિશ્વાસ નહોતો કે અજગર તેમના માથા પર પડી જશે.

12 સેકન્ડનો વિડિઓ 3 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો અને 3,5000 થી વધુ લાઇક્સ કરી છે. એક વપરાશકર્તાએ કહ્યું, "ઓહ નહીં! હું આ વિડિઓ નથી  જોઈ શકતો અથવા તે સ્ક્રીનને સ્પર્શ પણ કરી શકતો નથી જ્યાં તે અજગર છે. "