મેરાન્યૂઝ નેટવર્ક.અમેરિકાઃ યુનાઇટેડ સ્ટેટ્સના દક્ષિણી કેલિફોર્નિયાના ફ્રીવે પર શુક્રવારે એક બખ્તરબંધ ટ્રકમાંથી પૈસાના બેગ પડી ગયા પછી ઘણી બધી રોકડ રકમ ઉડવા લાગી હતી અને રીતસર વરસાદ થયો હોય નોટોનો તેવું દ્રશ્ય ઊભું થયું હતું. લોકો નોટો લેવા માટે ગાડીઓને રોકી દીધી હતી અને નોટો વીણવા લાગ્યા હતા. નોટો લેવા માટે ઝપાઝપી પણ કરવા લાગ્યા હતા.

અધિકારીઓના અનુસાર, આ ઘટના સવારે 9.15ના અરસામાં બની હતી જ્યારે બખ્તરબંધ ટ્રક સૈન ડિએગોથી ફેડરલ ડિપોઝિટ ઈંશ્યોરંસ કોર્પના એક કાર્યાલયની તરફ જઈ હી હતી. ટ્રકમાં રાખવામાં આવેલા ઘણા બેગ તૂટીને ખુલી ગયા હતા, જેનાથી દક્ષિણી કેલિફોર્નિયાના કાર્લ્સ બેડમાં મુખ્ય રસ્તા પર પૈસા વેરાઈ ગયા હતા. જે ઘટનાના વીડિયો પણ વાયરલ થયા છે. અહીં અહેવાલના અંતમાં તે દર્શાવાયા છે.

વીડિયોમાં લોકો રોકડ નોટો વિણતા જોઈ શકાય છે. જ્યારે કેટલાક લોકો રોકડના ઢગલાને પકડી રહ્યા હતા અને હવામાં નોટ ફેંકી રહ્યા હતા. મુખ્ય રુપે $1 અને $20ની નોટો હોવાનું મનાય છે. ડેમી બાગ્બી જે એક બોડી બિલ્ડર છે. તેણે પોતાના ઈન્સ્ટા પેજ પર પૈસા વિખેરાઈ ગયા પછી રસ્તા પર મચેલી અફરા-તફરીના ફૂટેજ પોસ્ટ કર્યા અને કહ્યું, આ સૌથી પાગલપન છે જેવું મેં ક્યારેય નથી જોયું, ખરેખર આ કોઈ ફ્રીવેથી પૈસા કાઢવા માટે અહીં રોકાઈ ગયા.

Advertisement


 

 

 

 

 

જોકે, અધિકારીઓએ લોકોને રોકડ પાછા આપી દેવાની અપીલ કરી છે, અધિકારીઓએ જોકે એવું સ્પષ્ટ નથી કર્યું કે કેટલા રૂપિયા ત્યાં પડી ગયા હતા. સૈન ડિએગો યુનિયન-ટ્રિબ્નના અનુસાર, ઘણા લોકોએ શુક્રવારે બપોર સુધી રસ્તાથી લૂંટાયેલા રોકડાને કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ સીએચપીને પાછા આપી દીધા હતા. કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ સાર્જન્ટ કાર્ટિસ માર્ટિનની આ ઘટનામાં લોકોને ઘણા પૈસા મળ્યા હોવાની વાત કહી અને કહ્યું કે લોકો ઘણા રૂપિયા પાછા આપી રહ્યા છે.