મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન કાયદો (સીએએ)ના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને મોટાભાગે બીન-ભાજપ શાશિત રાજ્યોએ લાગુ ન કરવાના એલાન વચ્ચે સત્તાધારી ભાજપએ આ કાયદાને લઈને જાગરુતત્તા અભિયાન શરૂ કર્યું છે. તેના અંતર્ગત પાર્ટીએ ડોર-ટૂ-ડોર જઈને કેમ્પેઈન, રેલી, બુદ્ધીજીવીઓ સાથે બેસીને વાત કરવા અને મીડિયાના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચવાની યોજના બનાવવાની તૈયારી કરી છે.

આ રણનીતિ અંતર્ગત સીએએના પક્ષમાં સમર્થન માટે ભાજપાએ એક મિસ્ડ કોલ નંબર 88662-88662ને પણ ઈશ્યૂ કર્યો છે. આ નંબર પર આવનારા મિસ્કોલને ભાજપા સીએએના સમર્થકોના રૂપમાં રજુ કરશે. અગાઉ પોતાના સભ્યો વધારવા માટે પણ ભાજપ આ જ મિસ્ડ કોલ સુવિધાઓનો ઉપયોગ કરી ચુકી છે. ભાજપના ઓફીશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર 2 જાન્યુઆરીએ અને ગૃહમંત્રી અમિત શાહના એકાઉન્ટ પર 3 જાન્યુઆરીએ આ અંગે પોસ્ટ મુકાઈ હતી. શાહે લખ્યું હતું કે, હું તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા અલ્પસંખ્યકોને ન્યાય તથા અધિકાર અપાવનારા સીએએ પર પોતાનું સમર્થન આપવા માટે 88662-88662 પર મિસ્ડ કોલ આપો.

જોકે, શનિવારે સોશ્યલ મિડીયા સામે આવ્યું કે ભાજપ દ્વારા ઈશ્યૂ કરાયેલા નંબરનો ઉપયોગ તમામ ઓફર્સ આપવામાં કરાઈ રહ્યો છે. કેટલાક વેરિફાઈડ ટ્વીટર એકાઉન્ટ સાથે નકલી અને બોગસ દેખાતા એકાઉન્ટ દ્વારા આ નંબર પર છોકરીઓ સાથે વાત કરવાના, ભેટો આપવાના, ઓફર્સ આપવાની, ગર્લ ફ્રેન્ડનો નંબર જાહેર કરાવાની, ફોન ખોવાયો છે, ફોન કરોની વગેરે જેવી વાતો લખીને આ નંબરને મુકી દેવામાં આવ્યો છે. જેથી લોકો ઉલ્લુ (મુર્ખા) બને અને નંબર પર કોલ કરવા લાગે.

જોકે આ અંગે નંબરોને લઈને હવે સવાલો ઊભા થવા લાગ્યા છે, ત્યારે કેટલાક એકાઉન્ટ્સ એ તેની મજાક કરવાનો દાવો કર્યો હતો. ઘણા એકાઉન્ટસે ભાજપ સમર્થક હોવાનો દાવો કર્યો હતો, સાથે જ નંબરને લઈને ઓફર આપનારા એક ટ્વીટર એકાઉન્ટ દ્વારા તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોલો કરાયાનો દાવો કર્યો છે. વેરિફાઈડ એકાઉન્ટ વાળા પવન દુરાની નામના એકાઉન્ટથી અભિનેત્રી સની લિયોન અને આલિયા ભટ્ટ સાથે વાત કરવા માટે લોકોને આ નંબર પર ફોન કરવાનું લખ્યું હતું. સાથે જ એકાઉન્ટથી વિરા કોહલીને બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરાવવા માટે પણ આ નંબર પર મિસ્ડ કોલ કરવાનું કહ્યું હતું. જોકે ઘણા લોકોએ તે પોસ્ટને લઈને સવાલો કરવાના શરૂ કર્યા તો દુરાનીએ ટ્વીટ ડીલીટ કરી દીધું અને નંબરને લઈને મજાક કરી હોવાનું કહી દીધું.

એક રમન ત્રિપાઠી નામના શખ્સે એકાઉન્ટ પર એવું લખ્યું કે, મિત્રો મને 88662-88662 નંબરથી એક ખુબ જ સુંદર છોકરી રાત્રે-મોડી રાત્રે ફોન કરીને ખુબ હેરાન કરી રહી છે. કોઈ તેને સજાઓ યાર કે હું પરણિત છું. જોકે આ એક જ નહીં, પણ ઘણી મોટી સંખ્યમાં એકાઉન્ટ્સ પર છોકરીઓ સાથે વાત કરવા, છોકરી વાત કરશે, યા પછી છોકરીના જ ફેક દેખાય તેવા એકાઉન્ટ પરથી મારી સાથે વાત કરો એવું લખીને પોતાનો નંબર છે તેમ કહી લોકોને મુર્ખા બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મહોમ્મદ જુબેરએ ઘણા એવા એકાઉન્ટ્સના સ્ક્રીન શોટ્સ જાહેર કર્યા છે જેમાં છોકરીઓ સાથે વાત કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. ભાજપ દ્વારા સીએએ સમર્થનમાં અપાયેલા મિસ્ડકોલ નંબરનો જ અહીં ઉપયોગ કરાયો છે. નેટફ્લીક્સ ઈન્ડિયાના સબ્સક્રીપ્શન ફ્રીમાં થઈ જશે તેવા પણ મેસેજ હતા. નેટફ્લિક્સ ઈન્ડિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, આ પુરી રીતે ફેક છે. જો આપ ફ્રી નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન ચાહો છો તો અમારા જેવા બાકી લોકોની જેમ આપ પણ કોઈ બીજા એકાઉન્ટના ઉપયોગ કરો.

જોકે આવા તિકડમોથી મિસ્ડકોલ તો મળી જાય પણ સાચું સમર્થન મળતું નથી. ભાજપએ આ અંગે કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. જોકે કરે પણ કેમની, તેમનું કામ થઈ ગયું. જોકે કેટલા લોકોએ આ તિકડમોમાં ફસાઈને મિસ્ડ કોલ કર્યા છે તેની જાણકારી મળી નથી પણ જેટલા મુર્ખ બન્યા તે લોકોના ગુસ્સા પણ આસમાને છે. ઉલ્લેખનીય છે કે આ કાયદા અંતર્ગત અફ્ઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયોના લોકોને ભારતીય નાગરિક્તા આપવાની જોગવાઈ છે. નાગરિક્તા કાયદામાં તે મુસ્લમાનોને નાગરિક્તામાં આવવાથી બહાર રખાયા છે જે ભારતમાં શરણ લેવા માગે છે.