મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેરમાં  CAA, NRC અને  NPR નો વિરોધ નોંધાવવા અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી,મોડાસા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સોમવારે સાંજના ૭ થી ૭:૧૫ સુધી સતત થાળી-વેલણ વગાડવાનું એલાન કરતા   મોડાસા શહેરના લઘુમતી સમાજના તમામ લોકોએ ધાબા પર પહોંચી થાળી-વેલણ વગાડી સરકારને જગાડવાનો પ્રયત્ન કરવાની સાથે વિરોધ નોંધાવ્યો હતો પોલીસતંત્ર પણ લઘુમતી સમાજના આશ્ચર્યજનક કાર્યક્રમ થી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતર્ક બની હતી.

મોડાસા શહેરમાં અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી,મોડાસા તેમજ વિવિધ લઘુમતી સંસ્થાઓએ   CAA, NRC અને  NPR નો વિરોધ નોંધાવવા થાળી-વેલણ વગાડવાના અનોખા વિરોધમાં સોમવારે સાંજે ૭ વાગે લઘુમતી સમાજના પુરુષ ,મહિલા, બાળકો સહીત લોકો ધાબા પર થાળી-વેલણ સાથે પહોંચી સતત ૧૫ મિનિટ્સ સુધી થાળી-વેલણ ખખડાવતા શહેર થાળી-વેલણ નાદથી ગુંજી ઉઠ્યું હતું અચાનક શરુ થયેલા થાળી-વેલણ ના રણકાર થી શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા હતા લઘુમતી.

સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (CAA ) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) નો વિરોધ નોંધાવવા અને કાયદાને રદ કરવામાં આવેની માંગ સાથે સરકારને જગાડવા માટે થાળી-વેલણ વગાડવામાં આવી છે આગામી સમયમાં પણ જ્યાં સુધી આ કાયદો રદ નહિ થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન યથાવત રહેશેનું જણાવ્યું હતું.