મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ગુજરાતમાં ભાજપની સરકારની પકડ દિવસેને દિવસે મજબૂત થઈ જાય છે. તો બીજી બાજુ અંદરો અંદર વિખવાદ ઉભો થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સીઆર પાટિલે અનેક વિવાદમાં જોવા મળ્યા છે. સીઆર પાટીલની નો રિપીટ થિયરીને કારણે અનેક નેતાઓ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી વિધાન સભામાં અનેક મોટા મોટાનેતાઓના નામ કાપવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે સુરતના જ પૂર્વ કોર્પોરેટરએ સીઆર પાટિલ અંગે ફેસબુકમાં ટિપ્પણી કરી છે.

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અંગે સુરતના પૂર્વ કોર્પરેટર રાજુ અગ્રવાલએ ફેસબુક પર પોસ્ટ કરીને વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં લખ્યું છે કે સીઆર પાટિલ પોતે જ ભાજપ છે તેવું કહેવાનું બંધ કરવું પડશે. કેમ કે તેઓ એવું કરીને ગુજરાતની સાડા છ કરોડ જનતાનું અપમાન કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ પણ પ્રદેશ અધ્યક્ષ આવા નિવેદનો કર્યા નથી. રાજુ અગ્રવાલની ફેસબુક પોસ્ટ બાદ સમગ્ર વિવાદ બાર આવ્યો છે. અગાઉ પણ અનેક નેતાઓએ સીઆર પાટિલ સામે નારાજગી દેખાડી હતી. પરંતુ આ પ્રથમ વાર ભાજપના જ નેતાએ જાહેરમાં સીઆર પાટિલ અંગે વિરોધ કર્યો છે.

Advertisement