મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ચૂંટણી પંચએ મંગળવારે છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, કર્ણાટક, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની વિધાનસભા અને એક લોકસભા સીટના માટે પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ સીટો પર બે નવેમ્બરે ચૂંટણી થશે જ્યારે 10 નવેમ્બરે મત ગણતરી કરવામાં આવશે. ત્યાં જ પંચએ આસામ, કેરળ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની સાત સીટો પર પેટા ચૂંટણી ન કરવાનો નિર્ણય કર્યો છે.

મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશની સીટો માટે ત્રણ નવેમ્બર રહેશે પેટા ચૂંટણી

બિહારની એક લોકસભા સીટ અને મણિપુરની બે વિધાનસભા સીટો પર સાત નવેમ્બરે પેટા ચૂંટણી થશે. છત્તિસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની 54 વિધાનસભા સીટો પર ત્રણ નવેમ્બરે પેટા ચૂંટણી થશે જ્યારે 10 નવેમ્બરે મતોની ગણતરી કરવામાં આવશે.

 

9 ઓક્ટોબર જાહેરનામુ બહાર પડશે
16 ઓક્ટોબર ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ
17 ઓક્ટોબર ઉમેદવારી ફોર્મની ચકાસણી
19 ઓક્ટોબર ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે
3 નવેમ્બર મતદાન
10 નવેમ્બર મતગણતરી

કર્ણાટકમાં 28 ઓક્ટોબરે થશે ચૂંટણી

કર્ણાટકની વિધાનસભા પરિષદ અને વિધાનસભાની બે બે સીટો માટે ઓક્ટોબરની 28મીએ પેટાચૂંટણી થશે. ત્યાં જ બે નવેમ્બર 2020એ મતગણતરી થશે. જોકે ચૂંટણી પંચે મંગળવારે આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આ સમયે ચૂંટણીની તારીખોની જાહેરાત ન કરવાનો નિર્ણય કર્યો છે. પંચે આ રાજ્યોના મુખ્ય સચિવો- મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચૂંટણી અને તેના સંબંધિત મુદ્દાઓના સંચાલનમાં થતી મુશ્કેલીઓ વ્યક્ત કર્યાના ઈન્પુટ મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડીયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા. ત્યાર પછી જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ વિવિધ કારણો આપીને રાજીનામા આપ્યા હતા.  આમ 8 બેઠક ખાલી થઇ હતી.