ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ ): બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયાથી ખાસ કરીને ચીન રુટ પર આયર્ન ઓર લઈ જતાં માલ વાહક જહાજોના નૂર બજારમાં ગત સપ્તાહે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. પરિણામે બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ સતત સાત ટ્રેડિંગ સત્રોમાં વધ્યો હતો. શુક્રવારે ઇંડેક્સ ૧૧૬ પોઇન્ટના ઉછાળા સાથે જૂન ૨૦૧૦ પછીની ઊંચાઈએ ૪૦૯૨ પોઈન્ટ ટચ કરી ગયો હતો. પેસિફિક બાલ્ટિકની યાત્રાનું પશ્ચિમ ઑસ્ટ્રેલિયાથી ચીન સુધીના નૂરમાં એક જ દિવસમાં ૧૫.૮૨૩ ડોલર વધી ગયા હતા. ગત એક જ સપ્તાહમાં સરેરાશ કેપસાઈજ જહાજી સ્પોટ (હાજર) નૂર લગભગ ૧૦,૦૦૦ ડોલર વધ્યા હતા.

૨૦ મે ૨૦૦૮માં આ ઇંડેસ્ક ૧૧,૭૯૩ પોઈન્ટની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચવા તેને હજુ ઘણી વાર છે, પણ અત્યારે એમ ના જ કહી શકાય કે જાગતિક માંગ ધીમી પડી જવાની છે. બ્રાઝિલ અને ઉત્તર એટલાન્ટિકમાં માલવાહક જહાજોની તીવ્ર અછત સર્જાઇ છે. પરિણામે બાલ્ટિક બ્રાઝિલથી ચીનનું નૂર વધીને ટન દીઠ ૩૬.૧૨૫ ડોલર થઈ ગયું છે. શુક્રવારે બ્રાઝિલની ખાણ કંપની વલેએ ચીન સુધીનું નૂર ટન દીઠ ૪૦ ડોલર ચૂકવીને નૂર બજારને ભાવિ તેજીનો દિશાનિર્દેશ આપ્યો હતો.

Advertisement


 

 

 

 

 

બીમકો શીપ બ્રોકરેજ હાઉસના એનાલિસ્ટે કહ્યું કે માત્ર ઊંચાદરે કામકાજને લીધે જ નૂરદરો નથી વધ્યા. ચીન અને ઓસ્ટ્રેલીયા વચ્ચે કોલસાના વેપારને લીધે સર્જાયેલા ભૌગોલિક-રાજકીય વિવાદનો લાભ પણ નૂરબજારને મળ્યો છે. ચીનમાં જહાજો ખાલી કરવા માટે ખૂબ સમય લાગતો હોવાથી પણ જહાજોની અછત સર્જાઇ છે.
ચીનમાં કોરોના સંદર્ભના નિયમનો ખૂબ જ કડક બનાવી દેવાયા હોવાથી, નિંગબો બંદરેથી જહાજોને અન્ય બંદરો તરફ ડાયવર્ટ કરવા પડતાં હોવાથી, તમામ બંદરે જહાજી જામ લાગ્યા છે. આ વર્ષે ચીનમાં આયર્ન ઓરની માંગ સારી એવી ઘટી ગઈ હોવાનું ધ્યાનમાં લઈએ તો, તમામ પ્રકારના બલ્ક કેરિયરના નૂર સર્વાંગી રીતે વધ્યા હોવાથી, નાની સાઈઝના જહાજોના નૂર પણ ખૂબ વધી ગયા છે, પરિણામે કેપસાઇઝ જહાજો કરતાં તેના નૂરમાં મોટો ઉછાળો આવ્યો છે.

બાલ્ટિકના પેનલિસ્ટોએ આખા વિશ્વના પાંચ સક્રિય રુટ (ફાઈવટિસી)ના કેપસાઇઝ જહાજના સાપ્તાહિક દૈનિક સરેરાશ નુર શુક્રવારે ૨,૩૭૦ ડોલર વધારીને ૪૯,૭૩૧ ડોલર નિર્ધાયા હતા. સોમવારની સરેરાશ કરતાં આ નૂર ૯,૪૯૪ ડોલર વધુ હતા. ઓકટોબર ૨૦૨૦માં આવી એક સપ્તાહની વૃધ્ધિ ૯,૩૩૩ ડોલર હતી. સૈદ્ધાંતિક રીતે બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં ૪૦ ટકાનું વેઈટેજ ધરાવતા, કેપસાઇઝ સ્પોટ નૂરદરમાં મોટો ઉછાળો આવ્યો હોવાથી ઇંડેક્સ ૧૧ વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગયો હતો. બીડીઆઈમાં પાનામેક્સ અને સપુરામેક્સ પ્રત્યેકનું વેઇટેજ ૩૦ ટકા છે.

Advertisement


 

 

 

 

 

કેપસાઇઝ વેશલ જે ૧.૫ લાખ ટન કોલસો, આયર્ન ઓર કે અનાજનું વાહન કરે છે, તેનું સરેરાશ દૈનિક નૂર વધીને ૪૯,૭૩૧ ડોલર, પાનામેક્સ ૩૨,૦૪૪ ડોલર અને સુપ્રામેક્સનું ૩૫,૦૯૦ ડોલર બોલાઈ રહ્યું છે. કેપસાઇઝ ઇંડેક્સ પાંચ મે પછીની નવી ઊંચાઈએ શુક્રવારે ૮.૪ ટકા ઉછળીને ૫,૩૬૫ પોઈન્ટ રહ્યો હતો. ૨૦૧૭થી ઉપલબ્ધ સુપરામેક્સ જહાજના નૂરડેટા જોઈએ તો તેનો ઇંડેક્સ સર્વાધિક ઊંચાઈએ ૩,૧૮૯ પોઈન્ટ અને પાનામેક્સ ઇંડેક્સ ૧૫ જૂન પછીની ઊંચાઈએ ૩,૭૦૭ રહ્યો હતો.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)