મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાના અધિગ્રહણ માટે ટાટા સમૂહની બોલીને મંજુરી મળવાની માહિતીને સરકારે ખોટી જાહેર કરી છે. ખરેખર મીડિયામાં આ પ્રકારની માહિતી મળી રહી હતી કે એર ઈંડિયાના ટેકઓવર માટે ટાટા સમૂહની નાણાકીય બોલીને સ્વીકાર કરી લેવાઈ છે. કેન્દ્રએ શુક્રવારે કહ્યું કે રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે સરકારે એર ઈન્ડિયાની ફાઈનેંશિયલ બીડને મંજુરી આપી દીધી છે જે ખોટું છે.

ઈન્વેસ્ટ અને લોક સંપત્તિ પ્રબંધન વિભાગ (દીપમ)એ સોશિયલ મીડિયા પર કહ્યું, મીડિયામાં આવી રહેલી માહિતીઓમાં આ પ્રકારના સંકેત અપાયેલા છે કે સરકારે ર ઈંડિયાના ડીસઈન્વેસ્ટમેન્ટ મામલામાં નાણાકીય બોલીઓને મંજુરી આપી દીધી છે જે ખોટું છે. વિભાગ તરફથી કહેવાયું છે કે જ્યારે પણ આ સંબંધમાં સરકાર દ્વારા નિર્ણય લેવાશે તો મીડિયાને જાણકારી અપાશે.

ટાટા ગ્રુપ અને સ્પાઇસજેટે એર ઇન્ડિયાના હસ્તાંતરણ માટે નાણાકીય બિડ રજૂ કરી છે. સરકારે તાજેતરમાં કહ્યું હતું કે ટાટા અને સ્પાઇસ જેટની નાણાકીય બિડનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જાહેર ક્ષેત્રની એરલાઈનના ખાનગીકરણની પ્રક્રિયા આગળના તબક્કામાં ગઈ. સરકાર આ સોદો ઝડપથી પૂર્ણ કરવા આતુર છે.

Advertisement


 

 

 

 

 

સમાચાર એજન્સી પીટીઆઈ-ભાષાના જણાવ્યા અનુસાર, નાણાકીય બિડ્સનું મૂલ્યાંકન અપ્રગટ અનામત કિંમતના આધારે કરવામાં આવી રહ્યું છે. જે બિડમાં ઓફર કરેલી કિંમત પ્રમાણભૂત કિંમત કરતા વધારે છે, તે સ્વીકારવામાં આવશે. જો ટાટાની બિડ સફળ થશે તો એર ઇન્ડિયા 67 વર્ષ પછી મીઠુંથી સોફ્ટવેર બનાવતી કંપનીમાં પાછું જશે.

નોંધપાત્ર વાત એ છે કે તાતા જૂથે ઓક્ટોબર 1932 માં ટાટા એરલાઇન્સના નામથી એર ઇન્ડિયાની રચના કરી હતી. સરકારે 1953 માં એરલાઇનનું રાષ્ટ્રીયકરણ કર્યું. ટાટા પહેલેથી જ સિંગાપોર એરલાઇન્સ સાથે જોડાણમાં ઉડ્ડયન વિસ્તરણનું સંચાલન કરે છે.

સરકાર એરલાઇનમાં તેનો 100% હિસ્સો વેચી રહી છે. આમાં, એર ઇન્ડિયાના 100% હિસ્સા સાથે AI એક્સપ્રેસ લિ. અને એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ 50 ટકા હિસ્સો સાથે. સમાવેશ થાય છે.