મેરાન્યૂઝ નેટવર્ક.કુલ્લુઃ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક મોટી બસ દુર્ઘટના થઈ ગઈ છે. અહીં એક બસ ખીણમાં પડી ગઈ છે, જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઘટના કુલ્લુના બંજારમાં બની છે.

બસ કુલ્લુ જિલ્લાના બંજાપથી એક કિલોમિટર આગળ પાસે ઊંડી ખીણમાં પડી ગઈ છે. બસ કુલ્લુથી ગુડાગુશૈણી તરફ જઈ રહી હતી. અંદાજીત 40થી 50 લોકો બસમાં હોવાની આશંકાઓ વર્ણવાઈ હતી. ઘાયલોને નિકાળવા માટે પોલીસ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા છે. નદીના ધસમસતા પાણી વચ્ચે સ્થાનીક લોકોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાયું છે.