મેરાન્યૂઝ નેટવર્ક.અંબાજી : યાત્રાધામ અંબાજી અને દાંતા વચ્ચે અંબાજી થી માત્ર દસેક કિલોમીટર દૂર આવેલા ત્રિશુળીયા ઘાટ માં અનેકો વખત ગમખ્વાર અક્સમાતો સર્જાતા હોય છે ને તાજેતરની જ વાત કરીયે તો તારીખ 7 જૂન 2019 ના રોજ આ ત્રિશુળીયા ઘાટમાં એક જીપ ડાલુ પલ્ટી જતા 10 ના મોત થયા હતા આ અગાઉ 26 માર્ચ 2018 એસ ટી અને જીપ અથડાતા 9 ઘાયલ થયા હતા, ને હમણાંની જ વાત કરીએ તો સાંજ ના સુમારે એક ખાનગી લક્ઝરી બસ જે આણંદ ના આંકલાવ તાલુકા ના યાત્રિકો ને ભરી દર્શનાર્થે નીકળી હતી જે અંબાજી થી દર્શન કરી પરત ફરતા ત્રિશુળીયા ઘાટા માં બે પલ્ટી મારી જતા 23 મુસાફરો ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા ને 50 ઉપરાંત મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા આવા અક્સમાત વારંવાર ત્રિશુળીયા ઘાટ માં હનુમાનજી મંદિર પાસે ના યુ ટર્ન માં અક્સમાત સર્જાતા હોય છે જોકે વારંવાર સર્જાતા આવા અકસ્માતો ને અટકવામાટે સરળ ઉપાય કરવો હોય તો અંબાજી ના જાણીતા પત્રકાર મહેન્દ્ર અગ્રવાલ દ્વારા તૈયાર કરાયેલા આ ગ્રાફિક્સ ફોટો મુજબ જો પ્રયાસ કરવામાં આવે અને તે રીતે ડિઝાઇન કરવામાં આવે તો એક માન્યતા પ્રમાણે મદહદ અંશે અકસ્માતો નિવારી શકાય તેવું માનવું છે.

આ તસ્વીર માં જે પ્રમાણે ત્રિશુળીયા ઘાટ ના રસ્તા ના ફોટા ઉપર ગ્રાફિક્સ કરવામાં આવેલ છે તે જોઈએ તો આ ત્રિશુળીયો ઘાટ અંદાજે 3 કિલોમીટર લાંબો છે ને આ રસ્તો ડુંગરાળ વિસ્તાર માંથી પસાર થાય છે જ્યાં 18 જેટલા જોખમી વળાંકો આવેલા છે ને હાલ આ ત્રિશુળીયા ઘાટ ઉપર ખીણ તરફે અને ઘાટો ઉતરતી બાજુ એ જે લોખંડ ની રેલિંગ મુકેલી છે તે નાના વાહનો માટે બરાબર છે પણ મોટી બસ ને ટ્રક જેવા વાહનો ને રોકવા સક્ષમ નથી તેથી અહીં નાના વાહનો ના બદલે મોટા વાહનો ના અકસ્માત વધુ થતા હોય છે અને જોઈએ એટલા પ્રમાણ માં માર્ગ પહોળો નથી જે આખા ત્રણ કિલોમીટર ના માર્ગની પહોળાઈ એક સરખી હોવી જોઈએ જોકે હાલ માં ફોર લાઈન ની કામગીરી ચાલી રહેલી છે ત્યારે માર્ગ ચોક્કસ પહોળો થશે પણ જો આ માર્ગ ઉપર માર્ગ ની વચ્ચે ડિવાઈડર મુકવામાં આવે અને માત્ર ઉતરવાની બાજુ એ 30 થી 40 ફૂટ ના અંતરે સ્પીડ બ્રેકર મુકવામાં આવે અને સાથે ખીણ ની બાજુ એ ઊંચી મજબૂત રેલિંગ કરવામાં આવે તો ચોક્કસ પણે અહીં ત્રિશુળીયા ઘાટ માં થતા અકસ્માતો ને નિવારી શકાય તેવું માનવું છે જોકે આ ઘાટ માં ઉતરવાની શરૂઆત પહેલા 20 ફૂટ પહેલા સ્પીડ બ્રેકર બનાવની શરૂઆત કરવી પડે ત્યાં થી વાહન ની સ્પીડ ઓછી થતા ત્રણ કિલોમીટર સુધી સ્પીડ બ્રેકર ના કારણે વાહન ગિયર માં અને ઓછી સ્પીડે શાંતિ થી ઉતરી શકે હાલ માં આ ત્રણ કિલોમીટર નો ઘાટો ઉતરવા ત્રણ મિનિટ લાગતી હોય તો આ સ્પીડ બ્રેકર  બનાવ્યા બાદ વાહન 10 મિનિટ માં આરામ થી ઘાટો પાર કરી શકશે ને તે જોતા વધારા ની 7 મિનિટ માં અનેક લોકો ના  જીવ બચી શકે તેમ છે.    

એટલુંજ નહીં છેલ્લા ચાર માસ મા જ અલગ અલગ બે અકસ્માતો માં 33 લોકો ના મોત નિપજ્યા છે જેમને રાજ્યસરકારે પોતાના રાહતફંડ માંથી એક મ્ર્ત્યુ દીઠ રૂપિયા 4,00,000 લાખ ની ચુકવણી કરી કુલ 1.32 કરોડ રૂપિયા ની સહાય કરી પોતાની માનવતા બતાવી હતી ને આ અગાઉ પણ અનેક વખત અકસ્માતો સર્જાતા રહ્યા છે ને અનેક લોકો ઘવાયા છે હવે જો રાજ્યસરકાર કે કેંદ્રસરકાર આ ત્રિશુળીય ઘાટ જે ભયંકર અકસ્માત વિસ્તાર છે ત્યાં માત્ર એક વખત  ખર્ચ કરી ને મોટી જાનહાની ને અકસ્માત જેવી બનતી ખુવારી ને અટકાવી શકે તેમ છે.