મેરાન્યૂઝ નેટવર્ક.કાઠમંડુઃ નેપાળના સિંધુપાલ ચોકમાં થયેલી એક દુઃખદ ઘટનામાં 14 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના રવિવારે સ્વારે 8.30 વાગ્યાના અરસામાં બની હતી. યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હોવાની માહિતી મળી રહી છે, જેમાં 14 લોકોના મોત થયા અને 19 ઘાયલ થયા છે. 

ઘટના આજે સવારે બની ત્યારે 40 યાત્રાળુઓથી બસ ભરેલી હતી. જેનો કાબુ જતો રહેવાના કારણે બસ ખીણમાં પડી અને લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા હતા. ઘટનાની માહિતી મળતાં જ નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ અને જનપદ પોલીસે સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે તુરંત રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. મળતી જાણકારી પ્રમાણે કેટલાક ઘાયલોની હાલત નાજુક છે.