મેરાન્યૂઝ નેટવર્ક.અંબાજીઃ અંબાજી ખાતે દાંતા નજીક આવેલા આંબાઘાટા પાસે શુક્રવારે મોડી રાત્રે સિનિયર સીટીઝન્સને લઈને જતી લક્ઝરી બસ પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં 45 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અને 20 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. બસના મુસાફરો અંબાજી ખાતે દર્શન કરવા ગયા હતા. તેઓ દર્શન કરીને પરત મહેસાણા ખાતે જઈ રહ્યા હતા. તેમને ઈજાઓ થતાં તેમને સારવાર માટે વડનગર અને મહેસાણા ખાતે સરવાર આપાઈ છે. લક્ઝરીમાં અંદાજીત 65 લોકો સવાર હોવાની વિગતો મળી છે. જે પૈકીના 56 મુસાફરો મહેસાણા અને તેની આસપાસના રહેવાસી હતા.