મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: શિકારી જાણે છે કે કમજોરનો શિકાર કરવો સરળ છે, પરંતુ એકતા આ આસાન કાર્યને અશક્ય બનાવી શકે છે. આનો તાજો પુરાવો ઇન્ટરનેટ પર વાયરલ એક વીડિયો છે, જે આઈએફએસ (ભારતીય વન અધિકારી) સુશાંત નંદાએ શેર કર્યો છે. આ ઘટના જંગલની છે. જ્યાં સિંહોનું ટોળું ભેંસનો શિકાર કરવા માંગે છે! પરંતુ ભેંસ એ તેમને પોતાની 'એકતાની તાકાત' થી ગજબનો સબક શીખવાડી દીધો.
વીડિયોને શેર કરતી વખતે નંદાએ લખ્યું, સિંહો માટે વોટરલૂની લડાઇએ ભેંસની એકતા દ્વારા સિંહોનું ઘમંડ તોડ્યું. આ વીડિયો મૂળરૂપે Erik Solheim શેર કરી હતી.
વીડિયોમાં જોઈ શકો છો કે, સિંહોએ ભેંસની એકતાની આગળ હાર માનીને મેદાન છોડીને ભાગવું પડ્યું. ખરેખર, જ્યારે ભેંસ સિંહોના ટોળાને જુએ છે અને ઝડપથી તેનો પીછો કરવાનું શરૂ કરે છે, ત્યારે બધા સિંહો ત્યાંથી ભાગી જાય છે. આ ક્ષણેને સફારી પર ગયેલી વ્યક્તિ કેમેરામાં કેદ કરી લે છે, જે વાયરલ થઈ રહી છે.
Battle of Waterloo for lions...
— Susanta Nanda IFS (@susantananda3) September 25, 2020
United buffalo heard outgunning the lion pride.
( Shared by Erik Solheim) pic.twitter.com/6qRpBRIsxe