મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પંચાયતનું વર્ષ 2019-20નું સામાન્ય બજેટ નામંજૂર થતા ભાજપની નાલેશી થઇ હોય તેવુ ચિત્ર ઉપશી આવ્યુ છે. કોંગ્રેસના બે સભ્યોને ખેરવી ભાજપાએ સતા સંભાળ્યા બાદ ટૂંકા ગાળમાં જ રાજકીય સઘડ ડખળ થતા પૂર્વ કેબીનેટ મંત્રીના વતનમાં  ભાજપનો હાલ પૂરતો પરાજય થયો છે. એક સભ્ય ગેર હાજર અને એક સભ્યએ વિરોધમાં મત નાખતા વિરોધ તરફે આઠ મત પડતા બજેટ નામંજૂર થયુ છે.

જામજોધપુર તાલુકા પંચાયતના સભાગૃહમાં આજે સમાજના બજેટ બેઠક બોલાવવામાં આવી હતી. ભાજપ સાશિત તા.પંચાયત પ્રમુખ ધાનાભાઇ બેરાએ ગૃહમાં વર્ષ 2019-20નું બજેટ રજૂ કર્યુ હતું જેને સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પડકરાવામાં આવ્યુ હતું. આ પરિસ્થિતનીનો તાગ મેળવવા અધ્યક્ષ સ્થાનેથી મતદાન પ્રક્રિયા કરાવમાં આવી હતી. જેમા કુલ 16 સભ્યોમાથી ગૃહમાં હાજર આઠ સભ્યોએ  બજેટના વિરૂધ્ધમાં મતદાન કરતા બજેટ નામંજૂર થયુ છે. બજેટ મંજૂરની તરફેણમાં સાત મત પડયા હતાં. પરંતુ ભાજપના જ કોઇ સભ્યએ વિરોધમાં મત આપતા ભાજપની નમોથી ભરી હાર થઇ હતી.

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પૂર્વે તાલુકા પંચાયતની થયેલી ચૂંટણીમાં કુલ 16 બેઠક પૈકી કોંગ્રેસના નવ અને ભાજપના 7 સભ્યો ચૂટાયા હતા. જેથી પાતળી બહુમતી સાથે કોંગ્રેસે સતા હસ્તગત કરી હતી પરંતુ અઢી વર્ષ બાદ કોંગ્રેસના બે સભ્ો ભાજપમાં ભળી જતા ભાજપાએ સતા મેળવી કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા ધનાભાઇને પ્રમુખ બનાવ્યા હતા. પરંતુ કોંગ્રેસે ફરી વખડી ખેસ પાડી દેતા હાલ રાજકીય ભૂકપ સર્જાયો છે આગામી સમયમાં સતા માટે અવિશ્ર્વાસ પ્રસ્તાવ પણ ગૃહમાં સલઇ આવવાની શકયતાઓ સેવાઇ રહી છે.