મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ શું તમે ટેક્સ બચાવવા માટે સેવિંગ્સ નથી કરી શક્તા, જો હાં, તો બજેટમાં એક નવા ટેક્સ સ્લેબ સાથે આપના માટે એક ખુશખબર છે. નાણા મંત્રી નિર્મલા સીતારામનએ બજેટમાં એક નવા ટેક્સ સ્લેબનું એલાન કર્યું છે. આ ટેક્સ સ્લેબ પહેલાથી ચાલતા આવ્યા છે તે ટેક્સ સ્લેબથી અલગ રહેશે. જે ટેક્સ પેયર્સ ઈનકમ ટેક્સ એક્ટ અંતર્ગત મળી રહેલા ટેક્સની છૂટછાટ નથી લેતા, તે ઓછા ટેક્સ રેટ વાળા આ ટેક્સ સ્લેબને સિલેક્ટ કરી શકે છે. આ પુરી રીતે ટેક્સ પેયર પર રહેશે કે તે પોતાની ફાઈનાન્શીય પ્લાનિંગના હિસાબે કયો ટેક્સ સ્લેબ નક્કી કરવા માગે છે.

આ નવો ટેક્સ સ્લેબ શું છે

- 5 લાખથી 7.5% લાખ સુધીની આવક પર 10% કર લાગશે. પ્રથમ 20% કર લાગુ હતો.
- 7.5 લાખથી 10 લાખ સુધીના આવકવેરા પર 15% ના દરે વેરો ભરવો પડશે. અગાઉ 20% નો ટેક્સ હતો.
- 10 લાખથી લઈને 12.5 લાખ સુધીની આવક પર 20% કર લાગશે. અગાઉ 30% ટેક્સ વસૂલવામાં આવતો હતો.
- 12.5 લાખથી 15 લાખ પર 25% ના દરે ટેક્સ લાગશે. પહેલાં તે 30% હતું.
- 15 લાખ રૂપિયાથી વધુની કરપાત્ર આવક પહેલાંની જેમ 30% ના દરે કર લાગુ કરવામાં આવશે.

શું ફાયદો થશે

ખરેખર, આ ટેક્સ સ્લેબ એવા લોકોને મોટો ફાયદો થશે જેમની આવક ટેક્સ સ્લેબમાં તો આવતી હતી, પરંતુ તેઓ ટેક્સ બચાવવા માટે જરૂરી સેવીંગ કરી શક્યા નહીં. આ નવા સ્લેબ મુજબ 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને પહેલા કરતા ઓછા દરે ટેક્સ ભરવો પડશે. જો કે, તે કરદાતાઓની ઇચ્છા પર આધારિત રહેશે કે શું તે અગાઉના ટેક્સ સ્લેબ પસંદ કરે છે કે નવો.

5 લાખની આવક સુધીનો ટેક્સ નહીં

નિર્મલા સીતારામનના જણાવ્યા અનુસાર, જો આવકવેરા કાયદાની વિવિધ કલમો હેઠળ કર મુક્તિ લેવામાં નહીં આવે તો નવા ટેક્સ સ્લેબમાં કરવામાં આવશે. ધ્યાનમાં રાખો કે નવી સિસ્ટમ હેઠળ, કરના દરો ફક્ત તે જ કરદાતાઓ પર લાગુ થશે જે કોઈ છૂટ નહીં લે. જો કોઈને નવી સિસ્ટમ પસંદ નથી, તો તમે જૂના ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ ચૂકવી શકો છો. નાણાં પ્રધાને કહ્યું કે વર્તમાન આવકવેરાનું માળખું થોડું જટિલ છે, તેથી તેને સરળ બનાવવા માટે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે નવી સિસ્ટમમાં જો કરદાતાઓ કેટલીક કપાત અને છૂટ લેવાનું બંધ કરશે તો નવા ટેક્સ સ્લેબ તેમના માટે લાગુ થશે. 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈપણ સિસ્ટમમાં કોઈ ટેક્સ ભરવો પડશે નહીં.