મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ચીનના ઉત્તરી વિસ્તારમાં સ્થિત બયન્નુર શહેરમાં રવિવારે બ્યૂબોનિગ પ્લેગનો કેસ સામે આવ્યા પછી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ચીનના સરકારી અખબાર પીપુલ્સ ડેલીના અહેવાલ મુજબ આંતરિક મંગોલિયાઈ સ્વાયત્ત વિસ્તાર, બયન્નુરએ પ્લેગના નિયંત્રણ અને ફેલાવા માટે ત્રીજા સ્તરની ચેતાવણી જાહેર કરી છે. બ્યૂબોનિક પ્લેગને 'કાળી મોત'ના નામથી પણ ઓળખાય છે જે અંદાજીત સો વર્ષ પહેલા ફેલાઈ હતી. કોરોના વાયરસ પછી હવે ચીનમાં કાળી મોતના કેસ સામે આવ્યા પછી દુનિયામાં તેને લઈને આરોગ્ય તંત્રમાં તણાવનો માહોલ છે. આવો પહેલા એ જાણી લઈએ કે શું આપણે ખરેખર આ બીમારીથી ડરવું જોઈએ કે નહીં.

પ્લેગ બેક્ટેરિયાના કારણે થાય છે અને તે ચાંચડના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓને કારણે થાય છે. તે માનવ ઇતિહાસમાં સૌથી ખતરનાક બેક્ટેરિયલ ચેપ રહ્યો છે. મધ્યયુગીન કાળમાં 'કાળા મૃત્યુ' દરમિયાન, ફક્ત આ રોગચાળા દ્વારા યુરોપમાં 5 કરોડ લોકો માર્યા ગયા હતા. આને કારણે, આજે પણ સમગ્ર વિશ્વમાં સાવચેતી રાખવામાં આવે છે. જોકે રોગની સારવાર માટે એન્ટીબાયોટિક્સ દવાઓની ઉપલબ્ધતા સાથે હવે ઘણા હદે તેનો ઈલાજ થઈ શકે છે. આ હતી પ્લેગની વાત પણ હવે વાત કરીએ બ્યૂબોનિક પ્લેગ અંગે

મધ્યકાળમાં બ્યૂબોનિક પ્લેગને કાળી મોત કહેવાતો હતો. આ મહામારી ખુબ વધુ સંક્રામક છે અને તે જીવ લઈ લે છે. આ મહામારી ઉંદર અને ખિસ્કોલીના કારણે વધુ ફેલાય છે. જોકે હવે બ્યૂબોનિક પ્લેગનું સંક્રમણ ખુબ દુર્લભ થઈ ગયું છે. પ્લેગના ત્રણ રુપોમાં બ્યૂબોનિક પ્લેગ પણ શામેલ છે, જેને કારણે માણસને અચાનક તાવ, માથાનો દુઃખાવો, ઠંડી લાગવી અને અશક્તિ થવી જેવા લક્ષણો દેખાય છે. શરીરમાં એક અથ્વા ઘણા જગ્યાઓ પર સોજા પણ આવે છે. lymph nodesમાં દુઃખાવો થાય છે.

શનિવારે બ્યુન્નૌરની એક હોસ્પિટલમાં બ્યૂબોનિક પ્લેગનો શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવ્યો હતો. સ્થાનિક આરોગ્ય સત્તાએ જાહેરાત કરી હતી કે નિવારણ ચેતવણી 2020 ના અંત સુધી ચાલુ રહેશે. સ્થાનિક આરોગ્ય અધિકારીએ કહ્યું કે, શહેરમાં આ સમયે માનવ પ્લેગ રોગચાળોનો ખતરો છે. જનતાએ આત્મરક્ષણ માટે જાગૃતિ અને ઈમ્યૂનિટી વધારવી જોઈએ અને આરોગ્યની અસામાન્ય પરિસ્થિતિ વિશે તાત્કાલિક માહિતી પ્રદાન કરવી જોઈએ. 'સિંહુઆની સત્તાવાર સમાચાર એજન્સીએ જુલાઈ 1 ના રોજ કહ્યું હતું કે, પશ્ચિમ મંગોલિયાના ખોડ પ્રાંતમાં બ્યૂબોનિક પ્લેગના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેની લેબોરેટરી પરીક્ષણની પુષ્ટિ કરવામાં આવી છે. ચીનના અધિકારીઓ લોકોને માનવીથી માણસને ચેપ રોકવાનું કહેવા લાગ્યા છે. સાથે જ, તેઓ ચેપ ફેલાવતા પ્રાણીઓને ન ખાવાનું કહી રહ્યા છે.

દરમિયાનમાં, રશિયાએ ચીન અને મંગોલિયાને અડીને આવેલી સરહદ પર પોતાના વિસ્તારામાં ખિસકોલીઓના શિકાર પર પ્રતિબંધ મૂક્યો છે. કઝાકિસ્તાન, ચીન અને મંગોલિયાની સરહદે રશિયાના અલ્તાઇ ક્ષેત્રમાં ખિસકોલીના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ લોકોને પ્લેગના ભય વિશે ચેતવણી આપવામાં આવી છે.

ગયા અઠવાડિયે મંગોલિયામાં બ્યૂબોનિક પ્લેગના બે કેસ નોંધાયા હતા. સિંહુઆ સંવાદ એજન્સી અનુસાર, આ લોકોએ સારી તંદુરસ્તી માટે ખિસકોલીની કિડની કાચી જ ખાઈ લીધી હતી. મંગોલિયામાં જ, અન્ય બે લોકોને વાયુયુક્ત પ્લેગનો ચેપ લાગ્યો હતો. આ રોગ ફેફસાંને તેમનો શિકાર બનાવે છે. બ્યૂબોનિક પ્લેગ ચેપ આખા વિશ્વમાં વારંવાર જોવા મળે છે. 2017 માં, મડાગાસ્કરમાં બ્યૂબોનિક પ્લેગના 300 થી વધુ કેસ નોંધાયા હતા.