મેરાન્યૂઝ નેટવર્ક.જયપુરઃ રાજસ્થાન હાઈકોર્ટે બુધવારે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલયને લઈને દાખલ કરાયેલી ભાજપ ધારાસભ્ય મદન દિલાવરનની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે રાજસ્થાનના વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીને નોટિસ આપી છે અને તેમને કાલ સુધી જવાબ આપવા માટે નિર્દેશ કર્યો છે. હવે મામલાની આગામી સુનાવણી ગુરુવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી થશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ રાજસ્થાનમાં રાજકીય વાતાવરણ જોરદાર ડહોળાયું હતું. હવે રાજકીય માહોલ એવો છે કે લોકોની મીટ આ કેસમાં પણ મંડાઈ છે. લોકો આ કેસમાં પણ શું નિર્ણય આવશે તેની રાહ જોઈ રહ્યા છે.