મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ ભિલોડાના તાલુકાના મલેકપુર ગામે ગત ગુરુવારે રાત્રીએ બીએસએફ માં ફરજ બજાવતા રવિન્દ્ર ગામેતી નામના  જવાન અને તેના બે મિત્રો પર ગામના જ ૯ શખ્શોએ ઘાતકી હુમલો કરતા બીએસએફ જવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખેસડાયા પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા જવાનના મૃતદેહને અમદાવાદથી સીધો ભિલોડા પોલીસ સ્ટેશને પરિવારજનો અને સમાજના અગ્રણીઓ પહોંચતા અને આરોપીઓની ધરપકડની માંગ સાથે મૃતદેહ મૂકી રાખતા ૩૨ કલાક મૃતદેહ અંતિમવિધિ થી વંચિત રહ્યો હતો પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓએ પરિવારજનોને આરોપીઓને ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલવાની હૈયાધારણા આપતા આખરે ૩૨ કલાક પછી બીએસએફ જવાનને સ્થાનિક પોલીસના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ યોજાઈ હતી.

અરવલ્લી જીલ્લા એલસીબી પીએસઆઈ કે.કે.રાજપૂત અને તેમની ટીમે બીએસએફ જવાન પર ઘાતકી હુમલો કરી હત્યા કરનાર ૯ હત્યારાઓને રાજેન્દ્ર નગર ચોકડી નજીકથી દબોચી લઈ   જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

૬ ફેબ્રુઆરીએ ભિલોડાના મલેકપુર ગામનો અને માં-ભોમ ની રક્ષા કાજે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે બાથ ભીડનાર બીએસએફ જવાન  રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતી નામના જવાનને વતનમાં જ ગામના જ ૯ ગુંડાઓએ ગેરકાયદેસર મંડળી રચી બીએસએફ જવાન અને તેના બે મિત્રો પર સામાજિક અદાવતમાં  કુહાડી,લોખંડની પાઇપ અને લાકડીઓથી ઘાતકી  હુમલો કરતા બીએસએફ જવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો કોમામાં સરી પડેલો યુવાન ૪ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા પછી આખરે સોમવારે વહેલી સવારે દમ તોડી દેતા ભારે ચકચાર મચી હતી અમદાવાદ થી એમ્બ્યુલન્સ મારફતે બીએસએફ જવાનનો મૃતદેહ  ભિલોડા પોલીસ સ્ટેશનમાં મૂકી દઈ આરોપીઓની ધરપકડની માંગ સાથે પરિવારજનો મલેકપુર ગામના ગ્રામજનોએ અડગ રહેતા    પોલીસતંત્રમાં દોડધામ મચી હતી બીએસસેફ જવાનનો મૃતદેહ અંતિમક્રિયા માટે ૩૨ કલાક રઝળ્યો હતો આખરે પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સમાજના અગ્રણીઓ વચ્ચે ચર્ચાઓના દોર ચાલ્યા પછી પોલીસતંત્રના અધિકારીઓએ આરોપીઓને ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની હૈયા ધારણા આપતા પરિવારજનો અને સગા-સંબંધીઓએ બીએસએફ જવાનનો મૃતદેહ સ્વીકારતા જવાનના માદરે વતન પોલીસતંત્રના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રિયા યોજાઈ હતી.

બીએસએફ જવાનના હત્યારાઓને એલસીબી પોલીસે રાજેન્દ્ર નગર ચોકડી નજીકથી દબોચ્યા

૧) અજયભાઇ સુરજીભાઇ નિનામા,

૨)જશપાલસિંગ નાનજીભાઇ નિનામા,

૩)મહેશભાઇ હીરાભાઇ ખરાડી,

૪)વિશાલભાઇ કાવજીભાઇ ખરાડી,

૫)વિજયભાઇ રતીલાલ ખરાડી,

૬) પ્રદિપભાઇ કાન્તીભાઇ નિનામા,

૭) નટુભાઇ વાલજીભાઇ નિનામા (તમામ રહે.મલેકપુર) અને

૮)કિર્તીભાઇ દિલીપભાઇ સડાત,

૯ ) અજયભાઇ દિલીપભાઇ સડાત રહે.વેજપુર તા.ભિલોડા