મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં ગત રોજ શુક્રવારે પાંજરાપોળ ખાતે બીઆરટીએસ બસએ બે યુવકોને કચળી નાખ્યા હતા. ધૂમ સ્પીડ પર આવતી પસ તેમના પરથી પસાર થઈ ગઈ હતી. જેમાં બંનેના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે બીઆરટીએસમાં ખાસ કરીને ચાર રસ્તા વગેરે સ્થળો પર કોઈ મેનેજમેન્ટ વગર સિગ્નલ્સ કે રૂટ જેવું છે જ નહીં જેને કારણે ઘણી વાર લોકો બસ સાથે ભટકાતા રહી ગયા છે ઉપરાંત બેફામ ટ્રાફીકને કારણે લોકો પણ બીઆરટીએસના રસ્તાનો ઉપયોગ કરતાં થયા છે. પરંતુ જ્યારે બસનો એક અલગ જ ટ્રેક હોઈ બસ ચાલકો પોતાનો અંગત રસ્તો હોય તેમ બેફામ ફૂલ સ્પીડમાં બસ હંકારતા હોય છે. જેનો ભોગ સામાન્ય લોકોને થવું પડે છે. આજે આ જ અકસ્માતને કારણે અમદાવાદમાં રોષની લાગણી છે. એનએસયુઆઈએ આજે બંધના એલાનને પગલે લો ગાર્ડન ખાતે બસીસને રોકી દીધી હતી. જોકે અન્ય રૂટ ચાલુ રહ્યા હતા.

બીજી તરફ આજે એનએસયુઆઈ દ્વારા બંધના એલાન સંદર્ભે જશોદાનગર ખાતે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ આંદોલન બીઆરટીએસ બંધના એલાન સંદર્ભે છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ અમદાવાદ કોર્પોરેશનમાં આ બાબતે ઉગ્ર દેખાવો કરાયા હતા.