મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર:  સાયલાના લીંબાળા ગામની સીમામાં જોગરાણા પરિવારના દિયર અને ભાભીએ પ્રેમ સબંધમાં ગામથી 2 કિમી દૂર લિમડાના ઝાડે ફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે.  

સાયલાના લીંબાળા ગામે રહેતા ભગવાનભાઇ છેલાભાઇ જોગરાણાના પત્ની રેખાબેન અને કૌટુંબિક દીયર વિક્રમભાઇ મીઠાભાઇ જોગરાણાને કેટલાક સમયથી પ્રેમસંબંધ હોવાની આશંકા પોલીસે બતાવી હતી. મંગળવાર રાત્રીના 10 કલાક બાદ વિક્રમભાઇ અને રેખાબેન લીંબાળા ગામની રોજમાળ તરીકે ઓળખાતી અવવારુ જગ્યાએ આવ્યા હતા અને પરિણીત રેખાબેન અને વિક્રમભાઇ પણ પરિણીત હતા. ત્યારે પ્રેમ સબંધમાં અગમ્ય કારણોસર બન્ને પરિણીત પ્રેમીઓએ લીંબડાના ઝાડે ગળોફાંસો ખાઇ લીધો હતો.

Advertisement


 

 

 

 

 

આ બાબતની ગ્રામજનો અને પરિવારજનોને જાણ થતા વધુ તપાસ હાથ ધરતા સીમમાં એક પુત્ર સંતાન ધરાવતી માતા રેખાબેન અને કુંટુબીજન વિક્રમભાઇ સાથે બન્નેની લાશ લટકતી હોવાનું જાણાવા મળતા પરિવારજનોમાં દોડધામ મચી હતી. આ બાબતે ધજાળા પોલીસે લાશને સાયલા દવાખાને મોકલી આપી હતી અને ગળે ફાંસો ખાવાના કારણોની તપાસ હાથ ધરી છે.